બાવળામાંથી દારૂની 36 બોટલ સાથે 1ની ધરપકડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળા પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે પોલીસને બાતમી મળી હતી કે આદરોડા રોડ ઉપર આવેલી મીલની સામે આવેલી ઓરડીમાં વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે જે બાતમીનાં આધારે પોલીસે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડી 14400 રૂપીયાની 36 નંગ વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્શ ને ઝડપી લઇ તેને જેલના સળીયા પાછળ ધકેલી દઈ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાવળા પી.એસ.આઈ સાથે કોન્સ્ટેબલ સહિતનાઓ સાંજના સમયે પેટ્રોલીંગ કરી રહ્યા હતાં ત્યારે આદરોડા રોડ પરની ધનલક્ષ્મી એગ્રો મીલની સામે આવેલી ઓરડીઓમાંની ખૂણાવાળી ઓરડીમાં વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે.જે બાતમીનાં આધારે બાવળા પોલીસે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડતાં ખૂણાવાળી ઓરડીમાં બાવળામાં આવેલી કેલાશપાર્ક સોસાયટીમાં રહેતો દેવારામ નવલારામ ચોધરી (મારવાડી) મૂળ વતન રાજસ્થાન બેઠો હતો અને ખૂણામાં ત્રણ પૂંઠાવાળી પેટીમાંથી 36 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.જેથી પોલીસે 14400 રૂપીયાનો વિદેશ દારૂ તેમજ 500 રૂપીયાનો એક મોબાઇલ કબ્જે કરીને આરોપીને જેલના સળીયા પાછળ ધકેલી દઈ તેની વિરૂદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વિદેશી દારૂ ક્યાંથી લાવ્યો હતો, બીજા કોણ કોણ સંડોવાયેલા છે, કોના કહેવાથી ધંધો કરે છે, કોણ ભાગીદાર છે વગેરેની માહીતી માટે બાવળા પોલીસ તપાસ કરી રહી છે.