તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુધાના મીયાપુર નગવાલ વિસ્તારમાં રહેતા યુવકની પત્ની લાંબા સમયથી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મહુધાના મીયાપુર નગવાલ વિસ્તારમાં રહેતા યુવકની પત્ની લાંબા સમયથી પિયર ચુણેલ ગામે રહેતા ઉશ્કેરાયો હતો અને પોતાના મિત્રોની મદદથી ચુણેલ પહોંચ્યો હતો. જ્યાં તેણે સસરા સહિત તેમના પરિવાર પર એસીડ ભરેલી ડોલ ઠલવી હતી. જેને કારણે 3 બાળકો સહિત 5 વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયાં હતાં. આ અંગે મહુધા પોલીસે જમાઇ સહિત 3 શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

મહુધાના મીયાપુરમાં રહેતા સંજયભાઇ અર્જુનભાઇ ચુનારાના લગ્ન ચુણેલ ગામે રહેતા અશોકભાઈ ઉર્ફે લાલજીભાઈ ચુનારાની દિકરી ભાવનાબહેન સાથે થયાં હતાં. આ લગ્નજીવનમાં તેમને 10 માસની પુત્રી પણ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભાવનાબહેન તેમના પિયર ચુણેલ ગામે રહેતાં હતાં. આ બાબતની રીસ રાખી સંજય 11મીની મોડી રાત્રે સસરા અશોકભાઈના ઘરે પહોંચ્યો હતો. જ્યાં તેણે તેના 2 મિત્રોની મદદથી ઘરમાં સુતેલા પરિવાર પર ઘર વપરાશના એસીડ જેવું પ્રવાહી છાંટી દીધું હતું. જેને કારણે અશોકભાઈ ઉપરાંત તેમના પત્ની જીલીબહેન, દિકરી કિરણબહેન, જનુબહેન અને પુત્ર કલ્પેશ ગંભીર રીતે દાઝી ગયાં હતાં. તેમની બુમાબુમથી આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. જોકે, તે પહેલા સંજય અને તેના મિત્રો ભાગી છુટ્યાં હતાં. એસીડ એટેકથી દાઝી ગયેલાં પાંચેય પરિવારજનોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ અંગે અશોકભાઈની ફરિયાદ આધારે મહુધા પોલીસે સંજય ઉપરાંત તેના 2 મિત્રો અશોક અને પ્રતાપ (બન્ને રહે. બાકરોલ, અમદાવાદ) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો