તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુધા-રુદણ ગામનો ડીસ્કો માર્ગથી નગરજનોને હાલાકી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મહુધાના ફિણાવ ભાગોળ નજીકથી રુદણ તરફ જતો રસ્તો 8 કિ.મી. જેટલો માર્ગ ડીસ્કો હાલતમાં ફેરવાઇ ગયેલ છે.

વણસોલીના ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે આ રસ્તા પર 8 હજાર ઉપરાંત નાના મોટા ખાડાં પડી ગયા છે. આશરે 10 જેટલા ગામના લોકોને નડીયાદ તરફ જવા માટે આ રસ્તો અનુકુળ પડે છે. રોજ બરોજ વિદ્યાર્થીઓ અને નોકરીયાત સહિત ખેડુતો આ રસ્તા પરથી અવરજવર કરવી પડતી હોય છે. જે માટે અડધો કલાક ઘરેથી વહેલા નિકળવાની ફરજ પડે છે. બીજી તરફ નિ:શુલ્ક 108ની સેવા પણ આ વિસ્તારના લોકોને સમયસર મળતી નથી. બીમાર વ્યક્તીઓને ખાનગી વાહનમા લાવવા-લઇ જવા માટે પણ હાલાકી વેઠવી પડે છે. કલેક્ટરને રાત્રી સભામા પણ ગ્રામજનો દ્વારા રસ્તા અંગે રજુઆત કરી હતી. તે સમયે વહેલી તકે પ્રશ્નનો નિકાલ કરવામા આવશે. તેવી હૈયા ધારણા અપાઇ હતી. પરંતુ આજદિન સુધી રસ્તાનું મરામત કામ પણ ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામા આવ્યુ નથી.

કલેકટરને ગ્રામસભામાં રજૂઆત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો