તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુધામાં ભૂગર્ભ ગટરના કામમાં પોલમપોલ પ્રમુખ, કાઉન્સિલરોની રાજીનામાંની ચીમકી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહુધામાં છેલ્લા કેટલાક વર્ષથી ભુગર્ભ ગટર યોજનાના ચાલી રહેલા કામમાં ભ્રષ્ટાચારની ફરિયાદ ઉઠી રહી છે. 7 કરોડ જેવી માતબર રકમથી ચાલી રહેલા આ કામમાં ગેરરીતિ થઇ હોવાનો પાલિકા પ્રમુખે જ આક્ષેપ કર્યો છે અને આ બાબત પગલાં ભરવા કલેક્ટરને રજુઆત કરી હતી. ભુગર્ભ ગટર યોજનાના કામને પગલે છેલ્લા ઘણા વર્ષથી નગરજનોને હાલાકી વેઠવી પડી રહી છે. બીજી તરફ રાજકીય પીઠબળ ધરાવતી પી.સી.સ્નેહલ કંટ્રક્શન અમદાવાદની એજન્સીએ કામમાં વેઠ જ ઉતારી છે.

મહુધામાં ભુગર્ભ ગટરના કામમાં સંદર્ભે પાલિકા પ્રમુખ મહેશભાઈ પટેલની આગેવાનીમાં 24માંથી 15 જેટલા સભ્યોએ કલેક્ટરને રજુઆત કરી આવેદનપત્ર આપ્યું હતું. જેમાં પ્રમુખ અને સભ્યોએ ભુગર્ભ ગટરની એજન્સીના માણસો અને તેઓ દ્વારા કરાયેલી તકલાદી તેમજ અધુરા કામ અંગે રજુઆત કરતાં જણાવ્યું હતું કે, એજન્સી સામે નક્કર પગલા ભરવા અને નગરજનોને પડતી હાલાકીનું સત્વરે નિરાકરણ કરવામાં નહીં આવે તો તમામ સભ્યો રાજીનામા ધરી દઇશુ અને લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરીશું. આ અંગે અગાઉ પણ ત્રણ વખત કલેક્ટરને રજુઆતો કરવામા આવી હતી. જ્યારે મોટાભાગના વહિવટી તંત્રને એજન્સી દ્વારા પોતપોતાનો હિસ્સો મળી ગયો હોય તેવો પણ સભ્યોમાં ગણગણાટ ઉઠ્યો હતો. ભુગર્ભ ગટરની પી.સી.સ્નેહલ કંટ્રક્શન અમદાવાદ એજન્સી વહિવટી તંત્ર રાજ્ય સરકારના ઇશારે છાવરતી હોય તેવો ઘાટ સર્જાયો હતો. જોકે, પાલીકાના પ્રમુખ અને સભ્યોને 10 દિવસમાં નિરાકરણ લાવવાની કલેક્ટર સુધીર પટેલ દ્વારા હૈયા ધારણા આપવામા આવી હતી. આ અગાઉ પણ કલેક્ટરે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડને તપાસ કરવા સુચના આપી હતી. પરંતુ તેમના દ્વારા કોઇ જ કાર્યવાહી શરૂ કરવામાં આવી ન હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો