મહુધા પોલીસમથક ખાતે મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ ¿ મહુધા | મહુધા પોલીસ મથકે મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહુધા કોહીનુર હાઇસ્કુલની 50 ઉપરાંત વિદ્યાર્થીનીઓએ મહુધા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમમાં મહુધા પોલીસ કર્મીઓ દ્વારા પોલીસ સ્ટેશનની વિવિધ કામગીરીની સમજ આપી હતી. જેમાં પોલીસ જવાનો દ્વારા વિકટ પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે વપરાતી અલગ-અલગ પ્રકારની રાઇફલોનો કયા સમયે ઉપયોગ કરાય છે ? તેની જાણકારી અપાઇ હતી. આ કાર્યક્રમમાં કોહીનુર હાઇસ્કુલના શિક્ષકો પણ ખાસ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...