તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુધાના હજાતિયા ગામના કાર્ડધારકો પુરવઠાથી વંચિત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુધા તાલુકાના હજાતીયા ગામના 152 જેટલા કાર્ડ ધારકોને છેલ્લા ત્રણ માસથી સિંઘાલી સેવા સહકારી મંડળી દ્વારા પુરવઠો આપવાથી વંચિત રખાતા કાર્ડ ધારકોની હાલત કફોડી બની હતી.

હજાતીયા ગ્રામ પંચાત અલગ હોવા છતા ગામના કાર્ડ ધારકોને સસ્તા અનાજનો પુરવઠો લેવા બે કિલોમીટર દુર સિંઘાલી ગામ ખાતેની સેવા સહકારી મંડળી ખાતે જવું પડે છે. ગ્રામજનોની સુખારીની વાત આવે ત્યારે એક પણ રાજકીય પક્ષનો નેતા ફરકતો પણ નથી તેવુ સ્થાનિકોએ જણાવ્યુ હતુ. જેમાં છેલ્લા ત્રણ મહિનાથી 152 જટલા કાર્ડ ધારકોને પૂરવઠાથી વંચિત રખાતા ભારે હાલાકી વેઠવાની વારી આવી છે. વધુમાં સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, હજાતીયાના કાર્ડ ધારકોનો જથ્થો હજુ ફળવાયો નથી, તેવું જણાવવામાં આવે છે.

આથી કાર્ડ ધારકો થોડા દિવસ બાદ મંડળી ખાતે ગયા ત્યારે સંચાલકોએ જણાવ્યુ કે, જથ્થો આવશે ત્યારે જણાવીશું. આખરે બે મહિના ઉપરાંતનો સમય ગાળો વિતવા છતા જથ્થો ન મળતા કાર્ડ ધારકોએ કલેક્ટર સહિત જિલ્લા પુરવઠા અધિકારીને આવેદન આપવામા આવ્યુ હતું.

આ વાતને હાલ 20 દિવસ ઉપરાંતનો સમયગાળો થવા આવ્યો તેમ છતાં વહિવટી તંત્ર દ્વારા કોઇ નક્કર પગલા ન ભરાતા ગ્રામકક્ષાએ થતા સરકારી કાર્યક્રમોનો વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...