તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રણ અનાથ વિદ્યાર્થિનીના પાલનનો ખર્ચ સરકાર આપશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુધાના વાસણા ખાતે મહિસા, નિઝામપુર, વાસણા, પોરડા અને કપરુપુર ગામનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન પ્રાંત અધિકારી લલિત પટેલે શાળાનું નિરીક્ષણ કર્યું હતું જેમાં દાદીના સહારે રહેલી વિદ્યાર્થિનીને સ્થળ પર જ પાલક પિતા સહાય શરૂ કરાવી તેના પાલનનો ખર્ચ સરકાર તરફથી મળે તેવી સગવડતા કરી આપી હતી.

મહુધાના સેવા સેતુ કાર્યક્રમમાં 1026 અરજીનો સ્થળ પર નિકાલ કરાયો હતો. જેમાં પ્રાંત અધિકારી લલિત પટેલે બાળકોને હિંદી ભાષાનુ વાંચન કરાવ્યુ હતુ. ધોરણ 6મા ભણતી 12 વર્ષની વિકલાંગ ઠાકોર આશાબેન અજમલજીને શૈક્ષણિક અને આર્થિક સ્થિતિથી વાકેફ થયા હતા.

શાળાના શિક્ષકોએ જણાવ્યુ હતુ કે, આશાની માતાનું અવસાન થયું છે. તેના પિતાએ તેને તરછોડી દીધી છે. જેથી તેનું પાલન તેના દાદી કરે છે. જે વાત સાંભળી પ્રાંત અધિકારીએ તુરંત આશા સહિત તેની બીજી બે બહેનોને સરકારની પાલક પિતા” નામની સહાય ચાલુ કરાવવા અધિકારીઓને સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...