• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Mahudha
  • ખડોલમાં પાણીના પ્રશ્ને રજુઆત કરતાં સરપંચનો મહિલા પર હુમલો

ખડોલમાં પાણીના પ્રશ્ને રજુઆત કરતાં સરપંચનો મહિલા પર હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુધાના નાની ખડોલ ખાતેના ડેરી પાછળના વિસ્તારમાં છેલ્લા અઢી મહિનાથી પાણી ન મળતા ગામના મહિલા સરપંચને તે વિસ્તારની મહિલાઓ દ્વારા રજુઆત કરાતા મહીલા સરપંચે ઉશ્કેરાઇને રજુઆત કરનાર મહીલા પર હાથ ઉગામી ધક્કો મરાતા ગ્રામજનોમા ભારે રોષ ઉઠ્યો છે.

નાની ખડોલ ગામમા ડેરી પાછળના વિસ્તારમાં આશરે 10 જેટલા પરીવારો રહે છે. જ્યા સ્થાનીકોના જણાવ્યા પ્રમાણે સુમનભાઇ પટેલ દ્વારા બોર ઓપરેટર તરીકેની કામગીરી સંભાળવામાં આવતી હતી.પરંતુ અચાનક સુમનભાઇના ભત્રીજાને અક્સ્માત થતા તેઓએ એક અઠવાડીયા માટે બોરની ચાવી સરપંચને સોંપી રજા લીધી હતી. જોકે, સરપંચ દ્વારા અમારા વિસ્તારમાં પાણી આપવામાં આવતુ ન હતુ.જેના પગલે સ્થાનીક અમીનાબેન નબીમીયા મલેક દ્વારા મહિલા સરપંચ મદીનાબેન મલેકને ટેલીફોનીક સઁપર્ક કરી રજુઆત કરાઇ હતી. પરંતુ યોગ્ય જવાબ મળ્યો નહતો. જેના પગલે અમીનાબેનના પરીવારજનો તેમજ તેઓની આજુબાજુ રહેતી મહિલાઓ સહિત મહીલા સરપંચના ઘરે પાણીના પ્રશ્ને રજુઆત કરવા ગયા હતા. જ્યાં રજુઆત કરવા ગયેલા અમીનાબેન મલેકને મહિલા સરપંચ મદીનાબેન મલેક દ્વારા હાથ ઉગામી ધક્કો મારવામા આવ્યો હતો. જ્યા હાજર બીજી મહીલાઓ તેમજ પરીવારજનો દ્વારા અમીનાબેનને સરપંચથી બચાવી દુર લઇ જવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...