તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાસણા વિકાસ વિદ્યામંદિરના શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુધા ભાસ્કર | મહુધા તાલુકાના વાસણા (મહિસા) ગામની વિકાસ વિદ્યામંદિરના મદદનીશ શિક્ષક શૈલેષભાઈ પટેલનો વયમર્યાદાના કારણે વિદાય સમારંભ યોજાયો. આ પ્રસંગે શાળાના સંચાલક ચંદુભાઈ પટેલ, આચાર્ય ભરતભાઈ પટેલ, કનુભાઈ પટેલ, અરવિંદ પટેલ તેમજ મોટી સંખ્યામાં તેમના સ્વજનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે તેમનું સન્માન કરાયું હતું. કાર્યક્રમનું આયોજન મનુભાઈ ડાભી, પ્રવિણભાઈ નીનામા દ્વારા કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...