તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુધાના સણાલી ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં નાણાપંચની 13.60 લાખની

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

મહુધાના સણાલી ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં નાણાપંચની 13.60 લાખની ગ્રાંટનો જરૂરિયાત મુજબના વિસ્તારોમાં ઉપયોગ કરવા માટેની રજૂઆત કરતા ડેપ્યુટી સરપંચ સહિતના પાંચ સભ્યોને સરપંચના પતિ શિવસિંહ સોઢા દ્વારા અપશબ્દો બોલી મહિલા ડેપ્યુટી સરપંચને મારવાનો પ્રયત્ન કરતા મામલો મહુધા પોલીસ મથકે પહોચ્યો હતો.

મહુધાના સણાલી ખાતે યોજાયેલી ગ્રામસભામાં મહિલા સરપંચ અને તેઓના પતિ તેમજ કેટલીક મહિલા સદસ્યોની જગ્યાએ તેઓના પુત્ર સહિત સભ્યો હાજર રહ્યા હતાં. આ સભાની શરુઆતમાં જ 14મા નાણાપંચની 13.60 લાખની ગ્રાંટની ચર્ચા કરાઈ હતી. જેમાં મહિલા સરપંચના પતિએ 13.60માંથી 8 લાખ તમામ સભ્યોને વહેચી બીજી ગ્રાંટનો વહિવટ હુ કરીશ તેવુ જણાવ્યું હતું. જ્યારે મહિલા ડેપ્યુટી સરપંચ તેમજ અન્ય ચાર સભ્યોએ તમામ ગ્રાંટ જરુરીયાત મુજબના વિસ્તારોમાં ઉપયોગમા લેવા જણાવ્યુ હતુ. પરંતુ મહિલા સરપંચના પતિ શિવસિહ સોઢાએ અચાનક ઉશ્કેરાઇ ગયાં હતાં અને મહિલા ડેપ્યુટી સરપંચને મારવાનો પ્રયત્ન કરી તેઓની વિરુધ્ધ ગયેલા તમામને મારવાની પણ ધમકી આપી હતી. સભ્યોના જણાવ્યા પ્રમાણે, જ્યારથી મહિલા સરપંચ ચૂંટાયાં છે ત્યારથી તેઓના પતિ દ્વારા જ ગ્રામ પંચાયતનો વહિવટ કરાય છે. ગ્રામ પંચાયત ખાતે આવતા મહિલા તલાટી પણ તેઓ સામે કોઇ પગલા ભરતા નથી. આ બાબતે ડેપ્યુટી સરપંચ માયાબહેન ભરતસિંહ સોઢા, દિલીપસિંહ કનુભાઈ સોઢા, નરસિંહભાઈ ખુમાનસિંહ, પ્રવિણસિંહ બાદરસિંહ ઠાકોર, કોકીલાબહેન મફતસિંહ સોઢા સહિતના સભ્યો મહુધા પોલીસ મથકે પણ સરપંચના પતિ વિરુધ્ધ ફરીયાદ કરવા પહોંચ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો