'મારા વિચાર બઉ સારા હતા પણ મારી બયરીએ મારી જિંદગી બગાડી' લખી યુવાને જિંદગી ટુંકાવી

કલરકામનો વ્યવસાય સાથે સંકળાયેલા યુવાને ફિનાઈલ ગટગટાવીને જીવન ટુંકાવ્યું

Divyabhaskar.com | Updated - Sep 15, 2018, 03:12 AM
આત્મહત્યા કરનાર યુવાન તથા તેણે લખેલી સુશ્યાઇડ નોટ
આત્મહત્યા કરનાર યુવાન તથા તેણે લખેલી સુશ્યાઇડ નોટ

વડોદરા: પત્નીના મુસ્લીમ યુવાન સાથેના આડા સંબધના વહેમમાં કરજણ વુડાના મકાનમાં રહેતા મહેનતકશ યુવાને ફિનાઇલ ગટગટાવી જીવાદોરી ટુંકાવી લેતા ચકચાર મચી ગઇ હતી. આ યુવાને આપઘાત કરતા પૂર્વે બે પાનની સુશ્યાઇડ નોટ લખી હતી. જેમાં તેને પોતાના મોત માટે પત્નીના મુસ્લીમ પ્રેમિને જવાબદાર ગણાવ્યો છે. કરજણ પોલીસે પરિવારજનોને સુશ્યાઇડ નોટ ન આપતા પરિવારજનોએ મૃતદેહ લેવાનો ઇન્કાર કરી દીધો હતો.


કલર કામ કરતા મનહર પરમારે ફીનાઈલ ગટગટાવી કરી આત્મહત્યા

પ્રાપ્ત વિગત અનુસાર 512, વુડાના મકાનમાં રહેતા મનહર પરમાર (ઉં.વ.40) પત્ની કૈલાસ અને બે સંતાનો પુત્ર પરિસય (ઉં.વ.6) અને પુત્રી વૈષ્ણવી (ઉં.વ.8) સાથે રહેતો હતો. મનહર કલર કામ અને ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગુરૂવારે સાંજે તેણે ફિનાઇલ ગટગટાવી લઇ આપઘાત કરી લીધો હતો. આપઘાત પૂર્વે તેને 2 પાનની લખેલી સુશ્યાઇટ પોલીસને મળી આવી હતી.

મનહરે મુસ્લીમ યુવાન મુતાકીનને પોતાની આત્મહત્યા માટે જવાબદાર ઠેરવ્યો

મનહરે સુશ્યાઇટમાં લખ્યું છે કે, પત્ની કૈલાસને મુસ્લીમ યુવાન મુતાકીન (મુસ્તાક) સાથે પ્રેમ સબંધ હતો. પત્ની મારી સાથે ઝઘડો કરીને બહાના બતાવી મારી પાસેથી અવાર-નવાર પૈસા પડાવી મુતાકીનને આપતી હતી. મુતાકીને મારી પત્ની સાથે 15 થી 20 વખત શારીરીક સંબધ રાખ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. તેણે સુશ્યાઇટ નોટમાં એમ પણ જણાવ્યું છે કે, મુતાકીન (મુસ્તાક) અને તેનો પિતા ધમકી આપતા હતા. મેં મુતાકીન (મુસ્તાક) કારણેજ આપઘાત કરું છું. મારા મોત માટે મુતાકીન જવાબદાર છે. આ ઉપરાંત અન્ય આક્ષેપો કર્યા છે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, આત્મહત્યા કરનાર યુવાનને દાખલ કરાયો હતો કરજણ સરકારી હોસ્પિટલમાં...

સુશ્યાઇડમાં નોટમાં યુવાને કર્યો મુતાકીનના મોબાઈલ નંબરનો ઉલ્લેખ
સુશ્યાઇડમાં નોટમાં યુવાને કર્યો મુતાકીનના મોબાઈલ નંબરનો ઉલ્લેખ

આત્મહત્યા કરનાર યુવાનને દાખલ કરાયો હતો કરજણ સરકારી હોસ્પિટલમાં

 

મનહરનો મૃતદેહ લેવા માટે આવેલા તેનો મોટાભાઇ નગીનભાઇ પરમાર અને સામજિક કાર્યકર સુરેશભાઇ આચાર્યએ જણાવ્યું હતું કે, મનહરે ગુરૂવારે સાંજે ફિનાઇલ ગટગટાવી લીધું હતું. ફિનાઇલ ગટગટાવ્યા બાદ તે તેના જુના મકાનના ફળિયામાં ગયો હતો. અને ફિનાઇલ પીલીધું હોવાની મરણચિસો પાડવાનું શરૂ કરતા લોકો ટોળે વળી ગયા હતા. અને તેણે ઉલટી કરાવી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે લોકોએ 108 એમ્બ્યુલન્સને પણ બોલાવી લીધી હતી. જે બાદ તેણે કરજણ સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

 

પોલીસે ખિસ્સામાંથી નીકળેલી સુશ્યાઈડ નોટ કબજે કરી

 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કરજણ સરકારી હોસ્પિટલમાં મનહરે પોતાના ખિસ્સામાં સુશ્યાઇડ નોટ હોવાની બુમરાણો મચાવી હતી. બીજી બાજુ સરકારી હોસ્પિટલના સત્તાવાળાઓએ આ અંગેની જાણ કરજણ પોલીસને કરતા પોલીસ દોડી આવી હતી. અને તેના ખિસ્સામાંથી સુશ્યાઇડ નોટ કબજે લીધી હતી. કરજણ હોસ્પિટલમાં મનહરની તબિયતમાં કોઇ સુધારો ન થતા અમો વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યો હતો. જોકે, સયાજી હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મધરાત્રે 3 કલાકે તેનું મોત નીપજ્યું હતું.


આગળની સ્લાઈડ્સમાં વાંચો, પોલીસ સુશ્યાઈડ નોટ પરિવારજનોને આપવાથી કરી રહી છે ઈન્કાર

 

મનહર પરમારે ફિનાઇલ ગટગટાવી જીવાદોરી ટુંકાવી લીધી
મનહર પરમારે ફિનાઇલ ગટગટાવી જીવાદોરી ટુંકાવી લીધી

પોલીસ સુશ્યાઈડ નોટ પરિવારજનોને આપવાથી કરી રહી છે ઈન્કાર


મનહરનો મૃતદેહ લેવા માટે આવેલા પરિવારજનો અને સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, મનહરના મોતનું કારણ જાણવા માટે અમોએ પોલીસ પાસે સુશ્યાઇડ નોટ માંગી હતી. પરંતુ, પોલીસ કોઇકારણસર અમોને આપવા માંગતી નથી. પરંતુ, જ્યાં સુધી અમોને સુશ્યાઇડ નોટની કોપી નહિં મળે. અને આરોપીની ધરપકડ કરવામાં નહિં આવે ત્યાં સુધી અમો મૃતદેલ લઇ જઇશું નહિં. કરજણ વુડાના મકાનમાં ચકચાર જગાવી મૂકનાર આ બનાવ અંગે કરજણ પોલીસે અત્રે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.  

X
આત્મહત્યા કરનાર યુવાન તથા તેણે લખેલી સુશ્યાઇડ નોટઆત્મહત્યા કરનાર યુવાન તથા તેણે લખેલી સુશ્યાઇડ નોટ
સુશ્યાઇડમાં નોટમાં યુવાને કર્યો મુતાકીનના મોબાઈલ નંબરનો ઉલ્લેખસુશ્યાઇડમાં નોટમાં યુવાને કર્યો મુતાકીનના મોબાઈલ નંબરનો ઉલ્લેખ
મનહર પરમારે ફિનાઇલ ગટગટાવી જીવાદોરી ટુંકાવી લીધીમનહર પરમારે ફિનાઇલ ગટગટાવી જીવાદોરી ટુંકાવી લીધી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App