અકસ્માત / વિરપુરના લીંબોડા પાસે જાનૈયા ભરેલા ટેમ્પાએ બે વાર પલ્ટી મારી: 4ના મોત 30થી વધુને ઇજા

ચાલુ ટ્રકનું અચાનક જ ટાયર નીકળી જતાં અકસ્માત થયો હતો
ચાલુ ટ્રકનું અચાનક જ ટાયર નીકળી જતાં અકસ્માત થયો હતો

divyabhaskar.com

Feb 10, 2019, 11:05 PM IST

મહીસાગરઃ મહીસાગરના વિરપુર તાલુકાના વઘાસ ગામેથી કારંટા ગામે જતી જાનને અકસ્માત નડતા 4ના મોત નીપજ્યા હતાં. જ્યારે 30ને ઇજા થતાં લગ્નની શણગાઇ માતમમાં ફેરવાઇ હતી. આ અકસ્માત બાદ ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો. જોકે તેણ દારૂ પીધેલો હોવાનું ચર્ચાય છે. વઘાસ ગામના નાયક મંગળભાઈ શનાભાઇ ના દીકરા રોનકકુમારની જાન વઘાસથી કારંટા જતા લીંબોડા પાસે જાનૈયા ભરેલા ટેમ્પોના ડ્રાયવરે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા 45 જેટલા જાનૈયા સાથે ટેમ્પાએ બે પલ્ટી મારતા કેટલાકને ગંભીર ઈજાઓ પહોંચતા લુણાવાડા કોટેજ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. જયારે લુણાવાડા થી ગંભીર ઇજાઓ થનાર દર્દીઓને વડોદરા,મોડાસા તથા વાત્રક હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

ડ્રાયવર દારૂ પીધેલી હાલતમાં હોવાના કારણે સ્ટીયરીગ પરનો કાબુ ગુમાવ્યો

માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા લુણાવાડાથી ગોધરા સિવિલમાં વધુ સારવાર અર્થે ખસેડાતાં શર્મીષ્ટાબેન સુરેશભાઈ ઉ.વ 12 તથા રમીલાબેન કનુભાઈ ઉ.વ 45,ચંદુભાઈ બાબુભાઇ નાયક ત્રણે રહે.વઘાસ તથા સુખીબેન નાયક રહે. ભાટપુરનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. તો લોકોના જણાવ્યા અનુસાર ડ્રાયવર દારૂ પીધેલી હાલતમાં હોવાના કારણે સ્ટીયરીગ પરનો કાબુ ગુમાવ્યો ને ઘટના ઘટી જયારે તપાસ કરતા ડ્રાયવર ફરાર હતો.

X
ચાલુ ટ્રકનું અચાનક જ ટાયર નીકળી જતાં અકસ્માત થયો હતોચાલુ ટ્રકનું અચાનક જ ટાયર નીકળી જતાં અકસ્માત થયો હતો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી