પુષ્ટિ / સંતરામપુર-કડાણાના 25 કિ.મી.ના વિસ્તારમાં વાઘ આંટા ફેરા કરે છે, આજે રાત્રે ફરી કેમેરા લગાવાશે

ગત રાત્રી દરમિયાન સંતરામપુર પાસે જંગલમાં નાઇટ વિઝન કેમેરામાં કેદ થયો હતો
ગત રાત્રી દરમિયાન સંતરામપુર પાસે જંગલમાં નાઇટ વિઝન કેમેરામાં કેદ થયો હતો
X
ગત રાત્રી દરમિયાન સંતરામપુર પાસે જંગલમાં નાઇટ વિઝન કેમેરામાં કેદ થયો હતોગત રાત્રી દરમિયાન સંતરામપુર પાસે જંગલમાં નાઇટ વિઝન કેમેરામાં કેદ થયો હતો

  • વન વિભાગની ટીમ ફરીથી વાઘનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું

DivyaBhaskar.com

Feb 12, 2019, 03:46 PM IST
મહીસાગર: મહીસાગર જિલ્લાના જંગલમાં વાઘ હોવાની નાઇટ વિઝન કેમેરાના વીડિયો સાથે આજે ગોધરા વન વિભાગે પુષ્ટિ કરી હતી, ત્યારબાદ વન વિભાગના 200 જેટલા કર્મચારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ગત રાત્રે જોવા મળેલો આ વાઘ સંતરામપુર-કડાણા વચ્ચે 25 કિલો મીટરમાં આંટા ફેરા કરે છે. આજે રાત્રે ફરીથી કેમેરા લગાવીને વન વિભાગ વાઘનું લોકેશન જાણવા પ્રયાસ કરશે.

વન વિભાગના 200 કર્મીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું

6 ફેબ્રુઆરીએ બોરિયા ગામની પ્રાથમિક શાળામાં નોકરી કરતા શિક્ષકે મહેશ મહેરાએ પોતાના કેમેરામાં વાઘનો ફોટો ક્લિક કર્યો હતો. અને તે ફોટો વાયરલ થયો હતો. ત્યારબાદ ગોધરા વન વિભાગની ટીમના 200 જેટલા કર્મચારીઓએ જંગલમાં વાઘ છે કે, નહીં તે જાણવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ગત રાત્રે દરમિયાન વાઘ કેમેરામાં કેદ થયા બાદ આ વાઘ સંતરામપુર અને કડાણાના 25 કિલોમીટરના વિસ્તારમાં ફરે છે તે જાણવા મળ્યું હતું.
2. એક પછી એક કેમેરા ચેક કરતા વાઘ જોવા મળ્યો
ગોધરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર રોહિત પટેલે જણાવ્યું હતું કે, મહિસાગર જિલ્લાના જંગલોમાં વાઘને શોધવા માટે નાઇટ વિઝન કેમેરા લગાવવામાં આવ્યા હતા. અમે લોકોએ આજે સવારે સાડા આઠ વાગ્યે એક પછી એક તમામ કેમેરાઓ અમે ચેક કર્યાં હતા. જેમાં કેટલાક કેમેરામાં દીપડા દેખાયા હતા. પરંતુ એક કેમેરામાં રાત્રે સાડા સાત વાગ્યાની આસપાસ સંતરામપુર પાસે વાઘ દેખાયો હતો. ત્યારબાદ અમે મહીસાગર જિલ્લાના જંગલમાં વાઘ હોવાની પુષ્ટિ કરી હતી. અમે આજે રાત્રે ફરીથી કેમેરા મૂકવાના છીએ. જેથી કરીને વાઘ કયા કયા વિસ્તારોમાં ફરી રહ્યો છે તે જાણી શકાય. ગુજરાતમાં વાઘ છે તે ખુશીની વાત છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી