તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદ, કઠલાલ અને ઠાસરામાં ITના સરવેમાં 2.75 કરોડની કરચોરી પકડાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બે દિવસ પહેલા શહેરના વડોદરા ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા નડિયાદ, કઠલાલ અને ઠાસરામાં વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ત્યાં સરવેની કામગીરી હાથ ધરવામાં આવતાં ઇન્કમ ટેક્સ વિભાગને 2.75 કરોડની કરચોરી પકડી પાડવામાં સફ‌ળતા મળી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર,નાણાકિય વર્ષ પુર્ણ થવાની સમયમર્યાદા જેમ જેમ નજીક ‌આવી રહી છે.તેમ તેમ ઇન્કમ ટેકસ વિભાગ દ્વારા સરવેની કામગીરી સઘન કરવામાં આવી રહી છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે, ઇન્કમટેક્સ વિભાગની કામગીરી દરમિયાન નદિયાદ ખાતે આવેલા કૈલાશ મારબલ અને સ્વસ્તિક ડેવલપરને ત્યાં સરવેની કામગીરી કરવામાં આવી હતી. કંપનીની હિસાબી વહીવટની ઝીણવટભરી ચકાસણી કર્યા બાદ અાઇ.ટી વિભાગને 1.75 કરોડની કરચોરી પકડવામાં સફળતા મળી હતી.કઠલાલ માં આવેલા ઇન્કમ ટેકસ વિભાગની સરવેની કામગીરી દરમિયાન ડો.મુકેશ પ્રજાપતીની 60 લાખની કરચોરી પકડી પાડવામાં સફળતા મળી છે. તથા ઠાસરા ખાતે ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા ભાવેશ પટેલ પાસેથી 40 લાખની કરચોરી પકડી પાડવામાં સફળતા મળી છે.

આમ, છેલ્લા બે દિવસમાં ત્રણ વિવિધ જગ્યાઓ પર કરવામાં આવેલા ઇન્કમટેક્સ વિભાગના સરવેમાં 2.75 કરોડની કરચોરી પકડવામાં સફળતા મળી છે. ઇન્કમટેકસ વિભાગની સરવેની કામગીરીને પગલે કરચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.આગામી દિવસોમાં ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા મોટા પ્રમાણમાં સરવેની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું સુત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો