લસુન્દ્રા પાસે જ હાઈવે છતાં બસની સુવિધા માટે ફાંફાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કઠલાલ તાલુકાના લસુન્દ્રા ગામે બસ સ્ટેન્ડની વ્યવસ્થા છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી બાલાસિનોર, ગોધરા, દાહોદ, લુણાવાડા, અમદાવાદ, હાલોલ, ઝાલોદ, ડાકોર, કપડવંજ વગેરે ડેપોની બસ સીધી હાઈવેથી જ જતી રહે છે. સ્થાનિક બસ બાલાસિનોરથી ઉપડતી અને વાયા લસુન્દ્રાથી નડિયાદ અને કઠલાલ બાજુ જતી બસ પણ સ્ટેન્ડ પર આવતી નથી. આમ દિવસે તેમજ રાત્રિના સમયે રોડની ગામથી ગામમાં જવાનું વયોવૃદ્ધ હોય તેવી વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓ, વેપારીઓને ખૂબ જ અગવડ પડે છે.

લસુન્દ્રા ગામની આજુબાજુ લગભગ 15થી વધુ ગામો જોડાયેલા છે. આ બધા વિસ્તારના લગભગ 20 હજારથી વધુ વસતી ધરાવતો આ પ્રદેશ છે. છતાં બસની સુવિધાઓ વધારવાને બદલે અમુક રૂટો જેવા કે આણંદ વાયા પણસોરા, વડોદરા વાયા બાલાસિનોર, મહિસા વાયા લસુન્દ્રા, નડિયાદ પણસોરા, સારસા વાયા ભાલેજ વગેરે બસ બંધ કરી દેવાઇ છે તેમ લસુન્દ્રાના સરપંચ પન્નાબહેન રાઠોડે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...