• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Kathlal
  • લસુન્દ્રામાં ખોટા વ્હેમને લઇ હુમલો કરતાં પાંચ જણાં ઘવાયાં, ફરિયાદ

લસુન્દ્રામાં ખોટા વ્હેમને લઇ હુમલો કરતાં પાંચ જણાં ઘવાયાં, ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ | લસુન્દ્રામાં રહેતા નિલેશભાઇ પરમાર તથા જશુભાઇ પરમાર એકબીજાના સંબંધી થાય છે. તા. 10 જુલાઇના રોજ નિલેશભાઇ બાઇક લઇને જતા હતા, ત્યારે જશુભાઇ ચતુરભાઇ પરમારે ખોટો વ્હેમ રાખી નિલેશભાઇને અપશબ્દો બોલી તેમને માર માર્યો હતો. આ વખતે બૂમાબૂમ થતા નિલેશભાઇના સંબંધી બળવંતભાઇ, સુરેશભાઇ મગનભાઇ, ભારતીબેન સુરેશભાઇ તથા રમેશભાઇ વચ્ચે છોડાવવા પડ્યા હતા. આ વખતે ઉગ્ર બનેલા ઝઘડાને લઇ જશુભાઇ પરમારે પોતાના બંન્ને પુત્ર કિરણ પરમાર તથા સંજય પરમાર સાથે મળી લાકડી તથા નરાશથી હુમલો કર્યો હતો. આથી તેઓને હાથ તથા માથના ભાગે ઇજા પહોંચી હતી. ઝઘડા દરમિયાન નિલેશભાઇ તથા તેમના સંબંધીઓને ધમકી આપી હતી. બનાવ અંગે ભારતીબેન સુરેશભાઇ પરમારની ફરિયાદના આધારે કઠલાલ પોલીસે જશુભાઇ પરમાર તથા કિરણ અને સંજય સામે ગુનો નોંધી તેમની અટક કરી હતી.

અન્ય સમાચારો પણ છે...