તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Kathlal
  • કઠલાલના રહેણાંક મકાનમાં જુગાર રમતાં ‌ 12 શખ્સોને ઝડપી પાડ્યા

કઠલાલના રહેણાંક મકાનમાં જુગાર રમતાં ‌ 12 શખ્સોને ઝડપી પાડ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ | કઠલાલ પોલીસે બાતમીના આધારે ઘુઘાવાડા ખાતે દરોડો કરી રહેણાંક મકાનમાં જુગાર રમી રહેલા 12 જુગારીઓને ઝડપી પાડી રોકડા રૂ. 1.14 લાખ કબજે લઇ મામલાની વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે રોકડા રૂ.1,14,900 કબજે કર્યા
કઠલાલ પોલીસને બાતમી મળી હતી કે ઘુઘાવાડા ગામે સહકારી દૂધ મંડળી પાસે, રામદેવજી મંદિરની સામે રહેતા રમેશ અર્જુનભાઇ પરમારના ઘરે જુગાર રમી રહ્યા છે, જે બાતમીના આધારે પોલીસે દરોડો કરી ચંદુ શકરાભાઇ બારૈયા, ધીરૂ મોહનભાઇ ભોઇ, ભીખા નટવરભાઇ પરમાર, કિરણ સુરેશભાઇ પટેલ, દિનેશ ભોઇ, મહેન્દ્ર બારૈયા, ભરત કાંતિભાઇ પરમાર, નટુ ઇશ્વરભાઇ દેવીપુજક, હેમંત પૂનમભાઇ ભોઇ, આનંદ પરમાર, ભગવાન છોટાભાઇ પરમાર તથા રમેશ અર્જુનભાઇ પરમારને ઝડપી પાડ્યા હતા.

જુગારધામ પર દરોડો પાડી પોલીસે દાવ ઉપરથી રોકડા રૂ. 2800 તથા અંગજડતીમાંથી રોકડા રૂ.1,12,100 મળી કુલ રૂ. 1,14,900 કબજે લઇ મામલાની વધુ તપાસ હાથ ધરી છે. તમામની સામે પોલીસે જુગારધારા મુજબ ગુનો નોંધી તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...