કઠલાલ-ભૂમેલમાં જાહેરમાં જુગાર રમતાં 9 ખેલી ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કઠલાલ - નડિયાદ રોડ ઉપર દરગાહની પાછળ આવેલ મદિના પાર્ક સોસાયટીની ખુલ્લી જગ્યામાં કેટલાક શખસો જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો કરીને જુગાર રમતાં નાસીરહુસેન અબ્બાસમીયાં ચૌહાણ, અશોક ધનજીભાઇ ભોઇ, મૌનુ બિપિનચંદ્ર ભટ્ટ, જયંતિ બલુભાઇ સોઢા તથા અનિલ કનુભાઇ તળપદાને ઝડપી દાવ ઉપરથી રોકડા રૂ. 1800 તથા અંગજડતીમાંથી રૂ. 3000 મળી કુલ રૂ.4,800 કબજે લીધા છે.

ભૂમેલ ગામે સ્મશાનના ચરા પાસે કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતાં હોવાની ફરિયાદના આધારે ચકલાસી પોલીસે દરોડો કરીને, જુગાર રમતાં મનસુખ મગનભાઇ તળપદા, નિલેશ ઉર્ફે રમેશ પુંજાભાઇ પરમાર, વિજય રાવજીભાઇ ચૌહાણ તથા રમેશ સોમાભાઇ પરમારને ઝડપી પાડી, રૂ. 1330 નો મુદ્દામાલ કબજે લઇ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...