તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કઠલાલમાં મહિલા સહિત 2 પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કઠલાલ પોલીસમથકના જમાદાર સહિત બે કોન્સ્ટેબલને ફરજમાં બેદરકારી દાખવવા બદલ ખેડા જિલ્લા પોલીસ વડાએ આકરા પાણીએ જઇ સસ્પેન્ડ કરી દેતાં પોલીસબેડામાં હડકંપ મચી ગયો હતો. મહિલા સહિત બન્ને કર્મચારીની હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે.

ખેડા જિલ્લાના કઠલાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં આસીસ્ટંટ સબ ઇન્સ્પેક્ટર પરસોત્તમભાઇ ત્રિકમભાઇને એક પોલીસ ફરિયાદ નોંધવા માટે જે તે વખતના ફરજ પરના પીએસઓ. મનીષાબેન છત્રસિંહ દ્વારા ટેલિફોનીક વર્ધી આપવામાં આવી હતી. જે કેસમાં ફરિયાદ બીટ જમાદાર પરસોત્તમભાઇએ નિયત સમયમર્યાદામાં એફ.આઇ.આર. નહિ કરી બેદરકારી દાખવી મોડી ફરિયાદ દાખલ કરી હતી. તેની જરૂરી કાર્યવાહી કરી ન હતી. જે બાબતે જેતે વખતે પીએસઓ. મનીષાબેન છત્રસિંહએ તેની જાણ ઉચ્ચ અધિકારીને નહિ કરી ફરજમાં બેદરકારી દાખવી હતી. જે મામલો ખેડા જિલ્લા પોલીસવડા કચેરી સુધી પહોંચ્યો હતો. જેના પગલે બન્ને પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવાની સાથે કઠલાલ પોલીસ સ્ટેશનમાંથી બદલી કરી નડિયાદ હેડક્વાર્ટર ખાતે મુકવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતુ.

ફરજમાં બેદરકારી દાખવવા બદલ કાર્યવાહી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો