નવા કરબોજ વિનાનું રૂ. ૩૨.૭૦ કરોડનું સૂચિત બજેટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મ્યુનિસિપલ કમિશનરે સ્થાયી સમિતિને અંદાજપત્ર સુપરત કર્યું
- ગત વર્ષના રૂ. ૧૭.પ૦ કરોડ કરતાં આ વર્ષે બજેટમાં ૮૬ ટકાનો વધારો: સ્વચ્છતા-કચરાનિકાલ માટે રૂ. પ કરોડની જોગવાઈ


મ્યુનિસિપલ કમિશનરે વર્ષ ૨૦૧૩-૨૦૧૪નું રૂ. ૩૨.૭૦ કરોડનું સૂચિત અંદાજપત્ર સ્થાયી સમિતિને સુપરત કર્યું છે. સૂચિત અંદાજપત્રમાં મ્યુનિ. કમિશનરે નગરજનો પર નવા કોઈ કરવેરાનો બોજ રાખ્યો નથી. મનપાનું પ્રથમ બજેટ રૂ. ૧૭.પ૦ કરોડ હતું જ્યારે વર્ષ ૨૦૧૩-૨૦૧૪ના સૂચિત અંદાજપત્રમાં ૮૬ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સ્થાયી સમિતિ બુધવારે સુધારા-વધારા સૂચવતું અંદાજપત્ર રજૂ કરશે.

મ્યુનિસિપલ કમિશનર એલ. પી. પાડલિયાએ મહાનગરપાલિકાનું બીજું સૂચિત અંદાજપત્ર મંગળવારે સ્થાયી સમિતિને સુપરત કર્યું છે. શહેરની સફાઈ અને સ્વચ્છતાને ધ્યાનમાં લઈને સૂચિત અંદાજપત્રમાં મ્યુનિસિપલ કમિશનરે ડોર-ટુ-ડોર કચરાનિકાલ માટે પાંચ કરોડ રૂપિયા ફાળવ્યા છે. મુખ્ય માર્ગોની સફાઈ માટે મિકેનાઇઝ રોડ સ્વીપિંગ મશીન ખરીદવામાં આવશે. ઉપરાંત નાનાં વાહનોથી ઘનકચરો એકત્ર કરી મોટાં વાહનો મારફત નિકાલ કરાશે તથા લેન્ડ ફિલ સાઇટ તૈયાર કરાશે.

શ્રમજીવીઓ માટે ગાંધીનગરમાં બે સ્થળે રૂ. ૬૬ લાખના ખર્ચે રેનબસેરા બનાવવાનું આયોજન બજેટમાં કરાયું છે. પાણી પુરવઠા, રસ્તા, પુલો, આરોગ્ય જેવી ભવિષ્યમાં આવનારી કામગીરી માટે મહાનગરપાલિકાને તાંત્રિક, વહીવટી, કમ્પ્યુટર સંલગ્ન માનવબળ પૂરું પાડવાની સાથે કચેરી માટે જગ્યા ફાળવવા માટે રૂ. પ૦ લાખનું બજેટમાં સૂચન કરાયું છે. પાટનગરને અિગ્નશમનની ઉત્કૃષ્ટ સેવા મળી શકે તે માટે ફાયરબ્રિગેડનું રૂ. ૧પ લાખના ખર્ચે સુદ્રઢીકરણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

મ્યુનિસિપલ કમિશનર પાડલિયાએ પત્રકારોને માહિ‌તી આપતાં જણાવ્યું હતું કે હાલમાં મહાનગરપાલિકા વિસ્તાર ૧૧ ર્વોડમાં વિભાજિત કરાયો છે, પરંતુ ર્વોડ કચેરી માત્ર ચાર છે. ભવિષ્યમાં ર્વોડ કચેરી તથા ઝોનલ કચેરીઓનો વધારો કરવાનું આયોજન વિચારાઈ રહ્યું છે.

૩૨.૭૦ કરોડની રેવન્યૂ આવક સામે ૨૭.૬૦ કરોડનો ખર્ચ :

મ્યુનિસિપલ કમિશનર પાડલિયાએ તૈયાર કરેલા સૂચિત અંદાજપત્રમાં કરપાત્ર, બિનકરપાત્ર, યુઝર ચાર્જિસ તથા ગ્રાન્ટ મળીને કુલ રૂ. ૩૨.૭૦ કરોડની રેવન્યૂ આવકનો અંદાજ લગાવાયો છે. તેની સામે મહેકમ ખર્ચ, કન્ટીજન્સી ખર્ચ, વીજળી-નિભાવણી ખર્ચ તથા જાહેર કાર્યક્રમ ખર્ચ પેટે કુલ રૂ. ૨૭.૬૦ કરોડના ખર્ચનો અંદાજ લગાવાયો છે. એ જ રીતે કેપિટલ આવક રૂ. ૬૦.પ કરોડની સામે કેપિટલ ખર્ચ રૂ. ૨૩.૩પ કરોડનો અંદાજ લગાવાયો છે.

મિલકત સહિ‌તના વેરા ઓનલાઇન ભરી શકાશે :

ગાંધીનગર મહાનગપાલિકાના બીજા સૂચિત અંદાજપત્રમાં ર્કોપોરેશનની કામગીરી કમ્પ્યુટરાઇઝ્ડ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષથી જ નગરજનો મિલકત વેરા, વ્યવસાય વેરા સહિ‌તના વેરા ઓન લાઇન ભરી શકે તે માટે મ્યુનિસિપલ કમિશનરે બજેટમાં ઇ-ગવર્નન્સ પેટે રૂ. ૩૦ લાખની જોગવાઈ સૂચવી છે. ગાંધીનગરના રહીશો મહાનગરપાલિકાની તમામ કામગીરી અને તેમને ઉદ્ભવતાં પ્રશ્નો-મુંઝવણોનું ઘેરબેઠાં માર્ગદર્શન મેળવી શકે તે માટે વેબસાઇટ બનાવવાનું આયોજન કરાયું છે. ટૂંક સમયમાં મ્યુનિસિપલ ર્કોપોરેશનની વેબસાઇટ તૈયાર કરવાની કામગીરી શરૂ થઈ જશે. ગાંધીનગરના રહીશો ઓનલાઇન વેરા ભરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવા માટે તથા કમ્પ્યુટર હાર્ડવેર-સોફ્ટવેર માટે મ્યુનિ. કમિ.એ રૂ. ૩૦ લાખની બજેટમાં જોગવાઈ કરી છે.