તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિલ્લી પગે ચાલતી CBI મોદીને ‘કનડશે’? અમિત શાહનું નામ નહીં હોવાથી તર્કવિતર્ક

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈશરત કેસ: મોદી, અમિત શાહના નામ નહીં હોવાથી તર્કવિતર્ક
બિલ્લી પગે ચાલતી CBI મોદીને જોખમ ઊભું કરશે?


૨૦૧૪ પાનની ચાર્જશીટ સીબીઆઇએ વિશેષ કોર્ટમાં રજૂ કરીને ઇશરત એન્કાઉન્ટરમાં નરેન્દ્ર મોદીની સંડોવણી હોવાની કોઇ જ વાતની સ્પષ્ટતા કરી નથી. તેનાથી રાજકીય મોરચે અનેક વમળો સર્જા‍યા છે. જેની ગાંધીનગર ખાતે સચિવાલયમાં પણ ભારે ઉત્તેજના રહી હતી. આઇ બી અને ગુજરાત સરકારની મિલીભગતથી ઇશરત જહાનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હોવાનો ચાર્જશીટમાં સંકેત આપવામાં આવ્યો છે. ગુજરાત સરકારના અધિકારીઓની સામે આરોપનામું રજૂ કરવામાં આવ્યું છે. તેમાં કોઇ પણ રાજકીય આગેવાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

આ કિસ્સામાં નરેન્દ્ર મોદી કે અમિત શાહ સહિ‌ત કોઇ પણ રાજકારણીઓ ફસાઇ જશે, તેવો તેમના વિરોધીઓ દ્વારા હાઉ ઊભો કરવામાં આવ્યો હતો. તેની સામે મોદી અને ભાજપ તરફથી તો સીબીઆઇ પર જોરશોરમાં આક્રમણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. સીબીઆઇ પર આક્રમક પ્રહાર રોજિંદા બની ગયા હતા.

આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ