• Gujarati News
  • Various State Energy Ministers Meeting Today In Delhi

આજે દિલ્હીમાં વિવિધ રાજ્યોના ઊર્જા‍મંત્રીની બેઠક

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિલ્હી ખાતે મંગળવારે તમામ ઊર્જા‍મંત્રીઓની બેઠક મળવાની છે. જેમાં ભાગ લેવા માટે ગુજરાતના ઊર્જા‍મંત્રી સૌરભ પટેલ દિલ્હી જવા રવાના થયા છે. જાણવા મળ્યા મુજબ તેઓ આ બેઠકમાં ગુજરાતને કોલસા અને ગેસની ફાળવણીમાં કરાતા અન્યાયનો મુદ્દો ઉપસ્થિત કરશે.

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને વીજ ઉત્પાદન માટે જે કોલસાની ફાળવણી કરાય છે તે ઘણી દૂરની ખાણોમાંથી કરાય છે. જ્યારે અન્ય રાજ્યોને નજીકની ખાણોમાંથી કોલસો અપાય છે. એવી જ રીતે ગુજરાતનો વીજ-ઉત્પાદન માટે વિદેશમાંથી આયાતી કોલસો અને ગેસ ખરીદવાની ફરજ પડાય છે. જેની સીધી અસર વીજળીની ઉત્પાદનની કિંમત ઉપર પડે છે. આ રીતે તેઓ કેન્દ્રની નીતિ-રીતિથી ગુજરાતને વિપરીત અસરકર્તા પરિબળો દૂર કરવા માગણી કરશે, એમ મનાય છે.