તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Uttrakhand Will Give Permission To Declare Status Of Missing Pilgrims

લાપતા યાત્રાળુ જીવિત કે મૃત? ઉત્તરાખંડ સરકાર આપશે ‘આધાર’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતના ઉત્તરાખંડ જનાર પ્રવાસીઓમાંથી ૧૨૨ લાપતા છે અને આઠ પ્રવાસીઓના મોત થયા છે તેવુ રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટના સત્તાવાર સૂત્રોનું કહેવું છે. તેમના કહ્યા પ્રમાણે લાપતા ૧૨૨ વ્યકિતઓ ઉપરાંત આઠ મૃતકોની યાદી તૈયાર કરવામાં આવી છે.

આ યાદી ટૂંકસમયમાં ઉત્તરાખંડ સરકારને મોકલવામાં આવશે. હાલમાં આશરે ૧૨૮ વ્યકિતઓની યાદી ડિઝાસ્ટર મેનેજમેન્ટે તૈયાર કરી છે. આ યાદીને ઉત્તરાખંડ સરકારને મોકલી તેમને જીવિત ગણવા કે મૃત તેનો નિર્ણય લેવાશે.