તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચિલોડા સર્કલ પરથી સ્કોર્પીયો કારમાં લાકડી-ધારીયા સાથે બે શખ્સોની ધરપકડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં તહેવારોનાં પગલે સુરક્ષા વ્યવસ્થા જળવાય માટે પોલીસ ખાસ તકેદારી રાખી રહી છે ત્યારે શનિવારે રાજસ્થાનથી અમદાવાદ તરફ જઇ રહેલી એક સ્કોર્પીયો કારમાંથી લાકડીઓ, લોખંડી પાઇપો તથા ધારીયા જેવા હથીયાર ચિલોડા પોલીસે પકડી પાડયા હતા. ચિલોડા પોલીસે આ ઘટનામાં બે રાજસ્થાની શખ્સોની ધરપકડ કરી હતી.

દિવાળીનાં તહેવારનાં પગલે સુરક્ષા વ્યવસ્થા જાળવવા ગાંધીનગર પોલીસ દ્વારા સઘન વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે ચિલોડા સર્કલ પરથી એક સ્કોર્પીયો કારમાંથી હથીયારો પકડાયાની વાત સામે આવી છે. આ અંગેની પ્રાપ્ત વિગતોનુંસાર ગાંધીનગરનાં ચિલોડા પોલીસ સ્ટેશસનાં પીઆઇ કે કે પંડયા, પીએસઆઇ એસઆર પટેલ, દેવેન્દ્રભાઇ રાવ સહિ‌તનાં જવાનો શનિવારે ચિલોડા સર્કલ પરથી પસાર થતા વાહનોનું ચેકીંગ કરી રહ્યા હતા. દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલી એક સ્કોર્પીયો કાર નં આરજે ૨૭ યુજે ૨૨૯૪ને રોકાવી ચેકીંગ હાથ ધર્યું હતું.