તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Two And Half Year Period District And Taluka Panchayat President

એક કાંકરે બે પક્ષીનો શિકાર: જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખોની મુદત અઢી વર્ષની થશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ગુજરાત વિધાનસભાની ફાઈલ તસવીર)
સરકાર આગામી વિધાનસભા સત્રમાં ખરડો લાવી રહી છે
ગાંધીનગર : જિલ્લા અને તાલુકા પંચાયતમાં સતત પાંચ વર્ષ સુધી પ્રમુખની ચાલતી એક હથ્થુ શાસન પ્રથાને રદ કરવા માટે ગુજરાત સરકાર આગામી વિધાનસભા બજેટ સત્રમાં સુધારા બિલ લાવી રહી છે. આ બિલમાં જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખની મુદ્ત પાંચ વર્ષથી ઘટાડીને અઢી વર્ષની કરવાની દરખાસ્ત કરાઇ છે. આ દરખાસ્ત પ્રમાણે ચૂંટણી પાંચ વર્ષે જ થશે, પણ અઢી અઢી વર્ષે બહુમતી ધરાવતા પક્ષના બે વ્યકિત પ્રમુખ તરીકે નિમી શકાશે.

જિલ્લાઓ અને તાલુકાઓમાં માળખાકીય સુવિધા સહિતના વિકાસ કાર્યો કરવાની યોજનાઓ ઘડવી અને કેન્દ્ર કે રાજ્ય સરકારની યોજનાઓનો અસરકારક અમલ કરવો તે ભૂમિકા જિલ્લા-તાલુકા પંચાયતની હોય છે. આ સત્તામંડળોમાં પ્રમુખની સત્તા ટોચની હોય છે ત્યારે સતત પાંચ વર્ષની સમય મર્યાદાને કારણે એક હથ્થુ શાસન વ્યવસ્થા ઊભી થતી હોવાનું ધ્યાનમાં આવતા રાજ્ય સરકારે જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખોની મુદત પાંચ વર્ષથી ઘટાડીને અઢી વર્ષની કરવાનું સુધારા વિધેયક લાવવાની કવાયત હાથ ધરી છે. આ વિધેયકનો અમલ ચાલુ વર્ષે આવનારી જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીથી થાય તેવી શકયતા છે.

-એક કાંકરે બે પક્ષીનો શિકાર
જિલ્લા-તાલુકા પંચાયતમાં પ્રમુખની મુદત પાંચ વર્ષથી ઘટાડીને અઢી-અઢી વર્ષની કરવાની હિલચાલથી એક કાંકરે બે પક્ષી તેવી કહેવત અનુસાર રાજ્ય સરકારે બે હેતુ પાર પાડ્યા છે. સતત પાંચ વર્ષ સુધી એક પ્રમુખ હોવાથી એક વ્યકિતની સત્તા જિલ્લા-તાલુકા પંચાયતમાં રહેતી હતી. બીજું, જે એક જ વ્યકિતને સત્તાનો અનુભવ મળે છે, અઢી વર્ષે પ્રમુખ બદલવાથી બે વ્યકિતને પ્રમુખની સત્તા મળી શકે તેથી બે વ્યકિતને રાજકીય પક્ષ લાભ આપી શકે છે.
આગળ વાંચો ચૂંટણીથી અમલની તૈયારી, પંચાયતોના પ્રમુખ બદલશે, સંગઠનને વધુ એક ફાયદો