તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
- વિકાસ માટે હરિયાળીનો કચ્ચરઘાણ
ગાંધીનગર: વિકાસનાં કામો પાછળ શહેરી વિસ્તારોમાં વૃક્ષો કાપવાની મંજૂરી સરકાર દ્વારા જ આપવામાં આવી રહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં છેલ્લાં બે વર્ષમાં ૨૭,૬૧૪ વૃક્ષ કાપવાની મંજૂરી સરકારે આપી હોવાનું વિધાનસભામાં જણાવાયું હતું.
કોંગ્રેસનાં ધારાસભ્ય તેજશ્રીબહેન પટેલના પ્રશ્નના જવાબમાં સરકારે વૃક્ષો કાપવાની મંજૂરી આપી હોવાનું જણાવ્યું હતું. આ બે જિલ્લામાં ૨૭,૯૭૯ વૃક્ષ કાપવા માટે છેલ્લાં બે વર્ષમાં સરકારને કુલ ૩પ૧ જેટલી દરખાસ્ત મળી હતી, જેમાંથી ૨૭,૬૧૪ વૃક્ષ કાપવા માટેની ૩૦૯ દરખાસ્ત મંજૂર કરાઈ છે. સરકારે ૨પ દરખાસ્ત નામંજૂર કરી હતી. જ્યારે ૧૭ દરખાસ્ત હજુ પેન્ડિંગ છે.
કયાં કેટલાં વૃક્ષ કપાયાં?
તાલુકો | કપાયેલાં વૃક્ષ |
અમદાવાદ | ૧૯૨પ |
ધોળકા | ૧૦૯ |
સાણંદ | ૪૩૦ |
દેત્રોજ | ૪૦૨ |
માંડલ | પ૧૦૩ |
ધંધુકા | ૯૨૨૬ |
દસક્રોઈ | ૨૬૭ |
ગાંધીનગર | ૭૪૯પ |
દહેગામ | ૨૧૨૦ |
કલોલ | ૧પ૩ |
માણસા | ૩૨૪ |
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.