• Gujarati News
  • Trebles Youths Flying In Airoplane In Regime Of Modi

મોદીના શાસનમાં આદિવાસી વિમાન ઉડાડતા થયા!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોંગ્રેસના શાસનમાં આદિવાસીઓના બાળકોને વિમાન જોવાનું નસીબમાં ન હતું પરંતુ મોદીના શાસનમાં આદિવાસીઓના યુવાનો વિમાન ઉડાડતાં થઈ ગયાં છે, એવો દાવો વિધાનસભામાં આદિજાતિ વિકાસમંત્રી ગણપત વસાવાએ કર્યો હતો.

તેમણે કહ્યું કે આદિજાતિના વિકાસ માટે કોંગ્રેસના ૪૨ વર્ષના શાસનમાં ૬પ૦૦ કરોડ રૂપિયાનું બજેટ ખર્ચાયું હતું. જ્યારે,મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસનકાળના પ્રથમ પાંચ વર્ષમાં ૬ હજાર કરોડ રૂપિયા, બાદ ૨૦૧૨ સુધીના પ વર્ષમાં રૂ.૧પ હજાર કરોડની વનબંધુ યોજના અને તેની સામે રૂ.૧૭ હજાર કરોડનો ખર્ચ કરાયો. આ વખતે પ વર્ષમાં રૂ.૪૦,હજાર કરોડ ખર્ચવાનું નક્કી કરાયું છે.