• Gujarati News
  • There Is No Urinal In 43 Percent Houses Which Was Managed By Women

મહિ‌લા સંચાલિત ૪૩ ટકા ઘરોમાં શૌચાલય નથી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રાજ્યમાં ૩૨.૬ ટકા પરિવારોનાં ઘરોમાં બાથરૂમની સુવિધા નથી
- આશરે પ૦ ટકા મહિ‌લાઓનાં તો બેન્કોમાં ખાતાં જ નથી
- ગુજરાત કરતાં દિલ્હી, ચંદીગઢ, હિ‌માચલ પ્રદેશની સ્થિતિ સારી છે


સમગ્ર દેશમાં ગુજરાત આર્થિ‌ક રીતે પ્રગતિશીલ રાજ્ય મનાય છે. અહીં મહિ‌લાઓનાં સશક્તીકરણ માટે સંખ્યાબંધ પગલાં ભરાયાં હોવા છતાં એક અહેવાલ મુજબ ગુજરાતના મહિ‌લા સંચાલિત આશરે ૯ ટકા જેટલા પરિવારો પૈકી ૪૩ ટકા ઘરોમાં શૌચાલયની વ્યવસ્થા નથી અને ૩૨.૬ ટકા ઘરોમાં બાથરૂમની સુવિધા ઉપલબ્ધ નથી. ગુજરાત કરતાં સારી સ્થિતિ દિલ્હી, ચંદીગઢ, હિ‌માચલ પ્રદેશ, હરિયાણા, આસામ ઉપરાંત અન્ય ૧પથી વધુ નાના રાજ્યોની છે, પરંતુ ગુજરાતના હરીફ ગણાતા મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, રાજસ્થાન સહિ‌તના અન્ય મોટાં રાજ્યોમાં તો સ્થિતિ ગુજરાતની સરખામણીમાં ઘણી ખરાબ હોવાનું જાહેર થયું છે.

એક બાજુ કેન્દ્ર સરકાર તેની આધાર કાર્ડ યોજનાને આધારે તેની સબસિડી યોજનાની સીધી ચુકવણી કાર્ડધારકોને તેમના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવા માંગે છે પરંતુ કડવું સત્ય એ બહાર આવ્યું છે કે, દેશભરમાં મોટાભાગના મહિ‌લા સંચાલિત પરિવારોનાં બેન્કોમાં ખાતાં જ નથી. ગુજરાત જેવા દેશના મોખરાના રાજ્યમાં આશરે આવા પરિવારોની પ૦ ટકા જેટલી મહિ‌લાઓએ બેન્કોમાં ખાતાં જ ખોલાવ્યાં નથી. આવી પરિસ્થિતિમાં કેન્દ્રની સબસિડીની સીધી ચુકવણીનો લાભ મુશ્કેલ બને તેમ મનાય છે.

મહિ‌લા સંચાલિત પરિવારો એટલે શું ?

દેશની કુલ વસતિના ૧૧ ટકા પરિવારોમાં મુખ્ય કમાનાર વ્યક્તિ મહિ‌લા છે. ગુજરાતમાં આવા પરિવારો અહીંની કુલ વસતિના ૯ ટકા જેટલા છે. જેને મહિ‌લા સંચાલિત પરિવાર કહેવાય છે.

કેટલા ટકા પરિવારોનાં બેન્ક ખાતાં નથી :

ગુજરાતમાં બજેટનું વિશ્લેષણ કરતી પાથેય સંસ્થાના રિપોર્ટ મુજબ ગુજરાતમાં મહિ‌લા સંચાલિત પરિવારો પૈકી પ૦.૨પ ટકા મહિ‌લાઓનાં બેન્ક ખાતાં નથી. તામિલનાડુની ૪૦.૭૪ ટકા, આંધ્રપ્રદેશની ૪૦.૯૩ ટકા, મહારાષ્ટ્રની ૬૦.૪પ ટકા, કર્ણાટકની પ૨.૯૪ ટકા, કેરળની ૬૯.પ૬ આવી મહિ‌લાઓનાં બેન્ક ખાતાં નથી.