• Gujarati News
  • The New Capital Of Andhra Pradesh Will Be Created On Gandhinagar Pattern

આંધ્રપ્રદેશનું નવું પાટનગર ગાંધીનગર પેટર્ન પર બનાવાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ગાંધીનગર શહેરની તસવીર)
પાટનાગરની શોધ: આંધ્રના શહેરી વિકાસ મંત્રી આજે ગાંધીનગરની મુલાકાત
ગુજરાતના પાટનગરની રચનાથી લઇને વિકાસ સુધીની માહિ‌તી મેળવશે

ગાંધીનગર:
એક તરફ સમગ્ર દેશમાં ગુજરાત મોડેલને અનુસરવામાં આવી રહ્યું છે ત્યારે હવે આંધ્રપ્રદેશ ગુજરાતના પાટનગરના પ્લાનિંગને અનુસરે તેવી શક્યતા જોવાઇ રહી છે. આંધ્રપ્રદેશ રાજ્યમાંથી તેલંગાણા રાજ્ય અલગ થયા બાદ આંધ્રપ્રદેશ માટે નવા પાટનગરની શોધ ત્યાંની સરકારને ગુજરાત સુધી લઇ આવી છે. આંધ્રપ્રદેશ માટે અલગ પાટનગર રચવાની કવાયતના પગલે આંધ્ર સરકાર દ્વારા ગુજરાતના પાટનગર ગાંધીનગરની પેટર્ન ઉપર નવું પાટનગર બનાવાય તેવી શક્યતા છે. જે માટે ગાધીનગરની સ્થાપનાથી લઇને પાંચ દાયકા સુધીના વિકાસની માહિ‌તી મેળવવા આંધ્રપ્રદેશના શહેરી વિકાસ મંત્રી પી. નારાયણ મંગળવારે ગાંધીનગરની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને ગાંધીનગરના આયોજન અંગેની માહિ‌તી મેળવશે.
આંધ્રપ્રદેશના મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન અને અર્બન ડેવલપમેન્ટ મંત્રી પી.નારાયણ ઉચ્ચ અધિકારીઓના ડેલિગેશન સાથે શુક્રવારે ગાંધીનગરમાં રાજ્યના શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ જી.આર.અલોરિયા, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો.જે.એન.સિંઘ, માર્ગ અને મકાન વિભાગના સચિવ પી.એન.જૈન સહિ‌તના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજશે. આ બેઠકમાં ટાઉન પ્લાનિંગ, કલેક્ટર અને ગુડાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. આંધ્રનું ડેલિગેશન મુખ્યમંત્રી તથા અન્ય મંત્રીઓની પણ મુલાકાત લે તેવી શક્યતા છે.
આ અંગે વધુ વાંચવા આગળ ક્લિક કરો...