રાજકારણી માટે ટેક્નોલોજી પડકારરૂપ બની છે : મોદી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટેકનોલોજીથી નાગરિકોનું સશક્તિકરણ થયું છે. હવે,રાજનીતિમાં રાજકારણીઓએ પોતાની કાર્યક્ષમતા પુરવાર કરવાની ફરજ પડી છે. એમ કહી શકાય કે,ટેકનોલોજી રાજકારણીઓ માટે પડકારરુપ બની છે પરંતુ જો,તેનો સાચી દિશામાં ઉપયોગ થાય તો સ્થિતિ બદલાવમાં તે એક સક્ષમ માધ્યમ બની શકે છે.હવે,રાજકારણીને પોતાના વિચારો જનતા સમક્ષ મૂકવાને બદલે નાગરિકો ટેકનોલોજીના માધ્યમથી જે વિચારો,તેમની સમક્ષ મૂકે છે,સૂચનો કરે છે.તેને ધ્યાનમાં લેવા પડે છે.

દિલ્હીમાં ગુગલ આયોજિત બીગ ટેન્ટ સમિટને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી નરેન્દ્દ મોદીએ તેમના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાનેથી સંબોધન કર્યુ હતું.મોદીએ કહ્યું હતું કે,અગાઉ રાજકારણીઓ ટેકનોલોજીનો ઉપયોગ લોકોના સંપર્ક-પ્રસાર માટે કરતાં હતા પરંતુ હવે,વેબ કનેક્ટેડ ટેકનોલોજી ,ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના પ્રભાવના પરિણામે રાજનીતિ ઉપર ટેકનોલોજી એક પડકાર બની છે.