જીએનએલયુના વિદ્યાર્થીની રાયસણ ગામ પાસેથી લાશ મળી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર શહેર નજીક આવેલી ગુજરાત નેશનલ યુનિવર્સિ‌ટીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીની સાબરમતી નદીના રાયસણ પટમાંથી લાશ મળી આવી છે. અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, સાબરમતી નદીના રાયસણ ગામના પટના લીબચ માતાજીના મંદિર નજીક એક યુવાન મૃતદ્હ તરતો હોવોની જાણ રાયસણ ગામના રહેવાસી ખોડાજી ઠાકોરે અડાલજ પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ થતાંની સાથે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી હતી. પોલીસે નદીમાં તરતી લાશને બહાર કાઢી હતી.

યુવાને પહેરેલી ટી- શર્ટ પર જી.એન.એલ.યુ.નો લોગો મળી આવ્યો હતો. જેથી પોલીસે આ અંગે સંસ્થાનો સપર્ક કર્યો હતો. જ્યાં કોલેજના સત્તાવાળાઓએ રજીસ્ટર તપાસતાં તેનું નામ સુરજ નાયક ગુરુદત્ત નાયક કુમ્બલે જણાઇ આવ્યું હતું. યુવાન જી.એન.એલ.યુ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હોવાનું કોલેજ સત્તાવાળાઓએ જણાવ્યું હતું. આ અંગે અડાલજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં નદીમાં હાથપગ ધોવા જતાં આ વિદ્યાર્થી મોતને ભેટયો હોવાનું બહાર આવ્યું છે તો બીજી બાજુ આ વિદ્યાર્થી એકલો નદીમાં શા માટે ગયો હતો તે અંગે પણ કોલેજમાં ચર્ચાનો વિષય બન્યો હતો.