ગાંધીનગરમાં જુવાર-કપાસનું વિક્રમી વાવેતર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
તાજેતરનો વરસાદ ખરીફ પાક માટે વરસી રહેલા કાચા સોના સમાન
કુલ ૧,૨૩,૭૯૩ હેક્ટરમાં થયેલા વાવેતરમાં પ્રથમ ક્રમે જુવાર ૩૦,૭૩૯ હેક્ટર અને બીજા ક્રમે કપાસ ૨૯,૬પ૭ હેક્ટર વિસ્તારમાંવાવેતર
ગાંધીનગર: તાજેતરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં હોઇ ખેડૂતો માટે જાણે આકાશમાંથી કાચુ સોનું વરસી રહ્યું છે. સારા વરસાદની આશાએ જિલ્લાના ખેડૂતોએ પણ મનમૂકીને વાવણી કરી હતી. અત્યાર સુધીમાં જિલ્લાના ૪ તાલુકામાં કુલ ૧,૨૩,૭૯૩ હેક્ટરમાં વિવિધ ખરીફ પાકનું વાવેતર થયુ છે. તેમાં જુવાર અને કપાસનું વિક્રમી વાવેતર માનવામાં આવે છે. વાવેતરમાં પ્રથમ ક્રમે જુવાર ૩૦,૭૩૯ હેક્ટર અને બીજા ક્રમે કપાસ ૨૯,૬પ૭ હેક્ટર વિસ્તારમાંવાવેતર થવા પામ્યુ છે. આમ આગામી સમયમાં જુવાર અને કપાસના ખેત પાકના ઉતારાથી ખેડૂતોના ટ્રેક્ટર અને ગંજ બજારની વખારો ઉભરાઇ જશે. જો કે પોષણક્ષમ ભાવ મળશે કે કેમ તેવી દહેશત જિલ્લાના ખેડૂતો વ્યક્ત કરી રહ્યાં છે.
જિલ્લા ખેતીવાડી શાખાના જણાવ્યા અનુસાર જિલ્લામાં ખરીફ પાકમાં મુખ્યત્વે ડાંગર, બાજરી, જુવાર, મગ, ગુવાર, કપાસ અને શાકભાજીનું વાવેતર વધારે પ્રમાણમાં થતુ હોય છે. જિલ્લાના ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકા પૈકી દહેગામ તાલુકામાં સૌથી વધુ ૩૬,૯૩૧ હેક્ટરમાં અને સૌથી ઓછુ માણસા તાલુકામાં ૨૪,૧૬૬ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર ૯ સપ્ટેમ્બર સુધીમાં થયું છે.જલ્લાના ઇન્ચાર્જ ખેતીવાડી અધિકારી (િવસ્તરણ) મહાવિરસિંહ વાઘેલાએ કહ્યું કે જિલ્લામાં ખરીફ મોસમ માટે કુલ વાવેતર વિસ્તાર ૧,૬૪,૯પ૪ હેક્ટર છે. તેમાં અત્યાર સુધીમાં ૧,૨૩,૭૯૩ હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે અને હાલમાં વરસાદી માહોલ ચાલુ છે. જે ખરીફ પાક માટે ખુબ જ ઉપયોગી પુરવાર થશે.
કયા તાલુકામાં હેક્ટર દીઠ વાવેતર
ગાંધીનગર તાલુકામાં ૩૩,૭૮૧ હેક્ટર, દહેગામ તાલુકામાં ૩૬,૯૩૧ હેક્ટર, કલોલ તાલુકામાં ૨૮,૯૧પ હેક્ટરમાં અને માણસા તાલુકામાં ૨૪,૧૬૬ હેક્ટરમાં વિવિધ પાકનું વાવેતર થયું છે.
કયા પાકનું કેટલા હેક્ટરમાં વાવેતર
ડાંગર-૮,૧૧૮૦, બાજરી-૨,૭૨૨, જુવાર-૦, મકાઇ-૧૬, મઠ-૦, તુવર-૨૧૩, મગ-૯૦૬, અડદ-૨૦૮, ચોળા-૬૨, ગુવાર-૯,૩૯૨, મગફળી-૩,૧૪૭, તલ-૨૨પ, દિવેલા-૨૪,૯૩૪, કપાસ -૨૯,૬પ૭, વરિયાળી-૩૦૭, મરચી-૬૧૮, શાકભાજી-૮,૮૮૮, ઘાસચારો -૨,૭૯૭, ઘાસચારો જુવાર-૩૦,૭૩૯ અને બાગાયત નવીન ૩પ૦ હેક્ટરમાં વાવેતર થવા પામ્યુ છે.
જુવારનું વાવેતર કયા તાલુકામાં કેટલું
જિલ્લામાં સૌથી વધુ જુવારનું વાવેતર ૩૦,૭૩૯ હેક્ટરમાં થયુ છે. તેમાં તાલુકા પ્રમાણે જોઇએ તો ગાંધીનગર-૯,૮૭૪, દહેગામ ૪,૧૪૦, કલોલ ૧૩,૪૬૪ અને માણસા તાલુકામાં ૩૦,૭૩૯ હેક્ટરમાં વાવેતર થવા પામ્યુ છે.
કપાસનું વાવેતર કયા તાલુકામાં કેટલું
જિલ્લામાં બીજા ક્રમે કપાસનું વાવેતર ૨૯,૬પ૭ હેક્ટરમાં થયુ છે. તેમાં તાલુકા પ્રમાણે જોઇએ તો ગાંધીનગર-પ,૭૯પ, દહેગામ ૮,૦૨૧, કલોલ ૩,૮૪૩ અને માણસા તાલુકામાં ૧૧,૯૯૮ હેક્ટરમાં વાવેતર થયુ છે.