મોદી ટીમઃ 'હિંદુત્વના પોસ્ટર બોય’ શાહને સોશિયલ મીડિયાની જવાબદારી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- લોકસભાની ચૂંટણીના ભાગરૂપે 'ટીમ-મોદી’ને મહત્ત્વની જવાબદારીઓ સોંપાવાની શરૂઆત
- લોકસભાની ચૂંટણીમાં મોદી સોશિયલ મીડિયા-યુવાનોનો ભરપૂર ઉપયોગ કરશે


ભાજપની ચૂંટણી પ્રચાર અભિયાન સમિતિના અધ્યક્ષ અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પ્રચાર-ડિઝાઈનમાં સોશિયલ મીડિયાના ભરપૂર ઉપયોગને મહત્ત્વનું સ્થાન અપાયું છે. જેના અમલીકરણના ભાગરૂપે જ મોદીના સૌથી નજીકના મનાતા અમિત શાહને ફેસબુક, ટ્વીટર અને ગૂગલ પ્લસ જેવા સોશિયલ મીડિયાની મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

આ ઉપરાંત રાજેશ જૈન, બી.એમ.મહેશ જેવા ભાજપના નિકટતમ બિઝનેસમેન તથા આઈટી ક્ષેત્રના નિષ્ણાતોને પણ સોશિયલ મીડિયાના ઉપયોગ સંદર્ભની જવાબદારી સાથે તેમને અમિત શાહની ટીમમાં સામેલ કરી દેવાયા છે. જ્યારે કંચન ગુપ્તા જેવા મીડિયાના અનુભવીને કન્ટેન્ટની જવાબદારી સોંપી દેવાઈ છે. મોદીની પ્રચાર અભિયાન સમિતિમાં સામેલ અન્ય સભ્યોને પણ અન્ય મહત્ત્વની કામગીરીઓ સોંપવામાં આવી છે.

આ અહેવાલની વધુ વિગતો વાંચવા આગળ ક્લિક કરો...