પેટાચૂંટણીની છ બેઠક માટે ૨૩ ફોર્મ ભરાયાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતની બે લોકસભા તથા વિધાનસભાની ચાર બેઠકોની પેટાચૂંટણીની બીજી જૂનના રોજ ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં છેલ્લાં બે દિવસમાં ૨૩ ઉમેદવારી પત્રો ભરાયાં છે. જેમાં ૧૩મી તારીખે છ ઉમેદવારોના ફોર્મ ભરાયા હતા. જ્યારે ૧૪મી તારીખે ૧૭ ફોર્મ ભરાયા હતા. તા.૧પમીના રોજ ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારબાદ ઉમેદવારી પત્ર પાછાં ખેંચવા તથા ચકાસણી હાથ ધરાશે.

૧૩મીએ બનાસકાંઠાની બેઠક માટે અપક્ષ ઉમેદવાર સી.બી. દુગઇએ ઉમેદવારી પત્ર ભર્યુ હતું. જ્યારે જેતપુરની બેઠક પર અપક્ષ ઉમેદવાર જયંતીભાઇ ડાંગર અને ધોરાજીની બેઠક પર અપક્ષ ઉમેદવાર જીતેન્દ્રભાઇ ચૌહાણ અને મોરવાહડફની બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર ભૂપેન્દ્ર વી. ખાંટ તથા લક્ષ્મીબેન ખાંટ તેમ જ અમરસિંહ મકવાણાએ ફોર્મ ભર્યા હતા.