તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રામાં ૩ ડીવાયએસપી સહિ‌ત પ૦૦ પોલીસનો કાફલો તહેનાત રહેશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- જિલ્લામાં રથયાત્રાનાં બંદોબસ્ત માટે પોલીસની જવાબદારી નકકી કરી દેવાઇ

ગાંધીનગર શહેર સહિ‌ત જીલ્લામાં જુદા જુદા સ્થળો પર નિકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષાને ધ્યાને લઇને ગાંધીનગર જીલ્લા પોલીસનાં પોલીસની બંદોબસ્તની જવાબદારી નક્કી કરી દેવામાં આવી છે. જે અંતર્ગત રથયાત્રા દરમિયાન ૩ ડીવાયએસપી, ૯ પીઆઇ, ૩૦ પીએસઆઇ તથા ૪૦૦ પોલીસ, એલસીબી, એસઓજી સહિ‌તનો પોલીસ ફોર્સ બંદોબસ્તમાં તૈનાત રહેશે.

અષાઢી બીજને તા ૧૦ જુલાઇનાં રોજ ગાંધીનગર શહેર, પેથાપુર, સાદરા, કલોલ, દહેગામ તથા માણસામાં નિકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનાં પગલે પોલીસને જે તે સ્થળની રથયાત્રાની બંદોબસ્તની જબાવદારી સોપી દેવામાં આવી છે. જેમાં ગાંધીનગર શહેર તથા પેથાપુરમાં નિકળાનારી રથયાત્રા પર ડીવાયએસપીની નજર રહેશે. તે જ રીતે દહેગામ તથા સાદરામાં નિકળનારી રથયાત્રાનું એસસીએસટી સેલનાં ડીવાયએસપી તથા કલોક અને માણસામાં નિકળનારી રથયાત્રાનું કલોલ ડીવાયએસપી સુપપવિઝન કરશે. જ્યારે એસઓજી ટીમની કલોલની રથયાત્રા પર વોચ રહેશે તો એસસીબી ટીમ એસપીની સ્ટ્રાઇકીંગ ફોર્સમાં ખડે પગે રહેશે. દરેક સ્થળની રથયાત્રામાં એક વિડીયો ગ્રાફર ટીમ પર પણ ક્ષણે ક્ષણનું વિડીયો રેર્કોડીગ કરશે.

પોલીસ ફોર્સની દ્રષ્ટ્રિએ શહેરમાં પંચદેવ મંદિરેથી શરૂ થનારી રથયાત્રામાં ૪ પીઆઇ તથા ૧૦૦ પોલીસ જવાન, સાદરાની રથયાત્રામાં ૧ પીઆઇ ૨ પીએસઆઇ તથા ૪૦ પોલીસ, માણસાની રથયાત્રામાં ૧ પીઆઇ, ૨ પીએસઆઇ તથા ૬પ પોલીસ જવાનો સહિ‌ત જીલ્લામાં કુલ ૩ ડીવાયએસપી, ૯ પીઆઇ, ૩૦ પીએસઆઇ તથા ૪૦૦ પોલીસ જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત સંવેદનશિલ મનાતા વિસ્તારોમાં અત્યારથી જ પોલીસ દ્વારા નાઇટ કોમ્બીંગ હાથ ધરી નજર રાખવામાં આવી રહી છે.