તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કતલખાને લઈ જવાતા પ૪૮ પશુઓને બચાવાયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- દહેગામ પોલીસે આઠ વ્યક્તિઓની ધરપકડ કરી
- ગૌરક્ષકોએ ટ્રકો રોકી પોલીસને જાણ કરી હતી


ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં આવેલ નહેરૂ ચોકડી વિસ્તારમાંથી ગત મોડી સાંજે વિશ્વ હિંદુ પરિષદના મંત્રી તથા ગૌરક્ષકોએ મોડાસાથી અમદાવાદ તરફ બે ટ્રકમાં ભરી કતલખાને લઇ જવાતા રૂ.૧૦,૯૬,૦૦૦ની કિંમતના પ૪૮ નંગ ઘેટા બકરા ભરેલી ટ્રકને રોકી પોલીસને જાણ કરી હતી ટ્રકમાં રેતી પાણી અને ઘાસચારાની સુવિધા નહી રાખી તેમજ પશુ હલન ચલન કરી શકે તેવી સ્થિતિમાં પણ ન હોવાથી આઠ વ્યક્તિઓની પશુ ઘાતકી પણાની કલમ મુજબ ગુનો દાખલ કરી બંને ટ્રકમાંના ઘેટા બકરા તેમજ ટ્રકો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે દહેગામ પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત માહિ‌તી અનુસાર શહેરના નહેરૂ ચોકડી વિસ્તારમાંથી બે ટ્રકો શંકાસ્પદ હાલત માંથી પસાર થઇ રહી હતી તે સમયે વિશ્વ હિ‌ન્દુ પરિષદના મંત્રી મહાદેવભાઇ રબારી,ગૌરક્ષકના કૌશલભાઇ અમીન,અમિત ઉપાદ્યાય,મનિષભાઇ શાહ,હિ‌તેશભાઇ પટેલ,જશુભાઇ સોની તેમજ યોગેન્દ્ર શર્મા સહિ‌તના વ્યક્તિઓએ નહેરૂ ચોકડી ખાતેથી ટ્રકો રોકી હતી.અને તેમાં તપાસ કરતાં બંને ટ્રકોમાં બોડીના ભાગે વચ્ચે લાકડાનું પાર્ટીશનપાડી બે માળમાં ઘેટા બકરા ભરેલા જણાંતા પોલીસ મથકે જાણ કરી હતી.અને પોલીસની ગાડી નહેરૂ ચોકડી વિસ્તારમાં આવી પહોંચી બંને ટ્રકોને પોલીસ મથકે લઇ આવી હતી.જેમાં પ્રથમ જી.જે.૯ વાય ૬૯૮૭ના પાછળના ભાગે પાટીયા ખોલી ગણી જોતા ૨૬૮ નંગ બકરા તેમજ એક નંગ ઘેટુ હલન ચલન ન કરી શકે તેવી સ્થિતિમાં જણાયુ હતુ જયારે બીજી જી.જે.૯ વાય ૯૮૪૯ નંબરની ટ્રકમાં જોતા ૧૭ નંગ બકરા તેમજ ૨૬૨ નંગ ઘેટા પણ રેતી પાણી અને ધાસચારાની સગવડ સિવાય હલન ચલન ન કરી શકે તેવી સ્થિતિમાં જણાયા હતા.