મોદીએ ખાલી કરેલી વડોદરા લોકસભા બેઠકની જવાબદારી ફરી સૌરભ પટેલને

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(સૌરભ પટેલની ફાઈલ તસવીર)
પેટા ચૂંટણીની કમાન
ગાંધીનગર : ભાજપે લોકસભા ચૂંટણીમાં મંત્રીઓને વિવિધ બેઠક સોંપવાની વાલી પેટર્નનું હવે પેટા ચૂંટણીઓમાં પણ પુનરાવર્તન કર્યું છે. લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની વડોદરા બેઠકની જવાબદારી સંભાળીને તેમને પાંચ લાખથી વધુની લીડથી જિતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા સૌરભ પટેલને હવે વડોદરા લોકસભાની પેટા ચૂંટણીમાં પણ જવાબદારી સોંપાઈ છે.

લોકસભા ચૂંટણીનાં સફળ પરિણામો પછી ગુજરાતમાં આનંદીબહેન પટેલની સરકારમાં સૌરભ પટેલને નંબર ટુનું સ્થાન અપાયું હતું. હવે ફરી એકવાર તેઓ વડોદરામાં પોતાની કાબેલિયત સાબિત કરવામાં વ્યસ્ત બનશે. બીજી તરફ આરોગ્યમંત્રી નીતિન પટેલને આણંદ વિધાનસભા બેઠકની જવાબદારી સોંપાઈ છે. એ જ રીતે અન્ય મંત્રીઓને પણ વિધાનસભા બેઠકોના વાલી બનાવાયા છે.
આગળ વાંચો નિરીક્ષકોમાં બે મંત્રીનો સમાવેશ