તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Receiving Job Yuvatie Narmada Canal Jump Greatly Shortened Life

નોકરી ન મળતાં યુવતીએ નર્મદા કેનાલમાં કૂદીને જીવન ટૂંકાવ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- નિરૂપમાએ ભાઇને ભણાવવાનો ખર્ચો ઉપાડવા અભ્યાસ છોડી નોકરી કરવાનું નક્કી કર્યુ હતું

વિરમગામ જીલ્લાનાં નવાગામની ૨૦ વર્ષિ‌ય યુવતી છેલ્લા ઘણા સમયથી નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા ફરતી હતી. પરંતુ કયાંય નોકરી ન મળતાં આ યુવતીએ સોમવારની સાંજે અડાલજ પાસેની નર્મદા કેનાલમાં કુદી આપઘાત કરી લીધો હતો. મૃતકે ભાઇને ભણાવવાનો ખર્ચો ઉપાડવા અભ્યાસ છોડી નોકરી કરવાનું નક્કી કર્યુ હતું. પરંતુ કુદરતે તેનો સાથ આપ્યો ન હતો.

આ ઘટનાની પ્રાપ્ત વિગતોનુંસાર વિરમગામ જીલ્લાનાં માંડલ તાલુકાનાં નવા ગામે રહેતાં અજમલભઆઇ રામજીભાઇ સોલંકી સામાન્ય મજુરી કરી ઘરનું ગુજરાન ચલાવે છે. જેઓને સંતાનમાં એક ૨૦ વર્ષિ‌ય પુત્રી નીરૂ તથા ધોરણ ૧૨માં ભણતો પુત્ર છે.

પરંતુ અજમલભાઇની નબળી આર્થિ‌ક પરિસ્થિતીનાં પગલે પુત્રી નિરૂપમાએ ભાઇને ભણાવવાનો ખર્ચો ઉપાડવા અભ્યાસ છોડી નાની મોટી નોકરી કરવાનું નક્કી કર્યુ હતું. જેનાં પગલે નિરૂબેને નોકરી માટે ઠેર ઠેર અરજીઓ કરી હતી. પરંતુ નોકરી મળી શકતી નહોતી. દરમિયાન રવિવારે નિરૂબેન પોતાનાં ઘરેથી અમદાવાદ ખાતે આઇડીયા કેરમાં ઇન્ટરવ્યું આપવા જવાનું કહીને નિકળ્યા હતાં. પરંતુ કોઇ કારણોસર ત્યાં તેમની પસંદગી ન થઇ શકતાં નિરાશ થયેલા નિરૂબેને અડાલજ પાસે આવેલા દંતાલી ગામે સોમવારની સાંજે કેનાલમાં કુદી આપઘાત કરી લીધો હતો.

દંતાલી ગામનાં સરપંચ દિનેશભાઇ ઠાકોરે આ અંગે અડાલજ પોલીસને જાણ કરતાં પોલીસે તાત્ત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ નિરૂબેનનાં મૃતદેહને બહાર કાઢી તેની પાસેથી મળી આવેલા સરનામાનાં કાગળોનાં આધારે તેના પરીવારજનોને જાણ કરી મૃતદેહ પરીવારજનોને સોપ્યો હતો. આ ઘટનામાં પોલીસે યુવતીના આપઘાત કેસમાં સાચી હકિકત જાણવા યુવતીના પરિવારજનોની પૂછતાછ હાથ ધરી છે.અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી પીએસઆઇ વી એલ ચાવડાએ વધુ તપાસ હાથ ધરી છે.