• Gujarati News
  • RBI Instruction To Bank, Do Not Give Loan PSU Company

ગાંધીનગર: સહકારી કંપનીઓ પીએસયુ કંપનીને ધિરાણ ન કરે: RBI

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સહકારી બેંકો નાના ઉદ્યોગો, વેપારને ધિરાણના હેતુથી સ્થપાયેલી છે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રાજય સરકારોના જાહેર સાહસની કંપનીઓને ધિરાણ ના કરવા માટે સહકારી બેંકોને સૂચના આપી છે. રિઝર્વ બેંકનું કહેવું છે કે જાહેર કંપનીઓને ધિરાણ કરવાથી સહકારી બેંકો જે ઉદેશથી સ્થપાયેલી છે તે ઉદેશ જ માર્યો જાય છે. કેટલીંક સહકારી બેંકો આવું ધિરાણ કરતી હોવાનું રિઝર્વ બેંકના ધ્યાન પર આવ્યું હોવાથી બુધવારે રિઝર્વ બેંકે આ સૂચના જાહેર કરી છે.

રિઝર્વ બેંકે જાહેર કરેલી સૂચનામાં જણાવાયું છે કે એવું ધ્યાનમાં આવ્યું છે કે કેટલીંક સહકારી બેંકો મોટી રકમનું ધિરાણ પબ્લીક સેકટર્સ અંડરટેકીંગ (પીએસયુ)ને કરી રહી છે. આ માટે પીએસયુને બેંકના સામાન્ય સભાસદ પણ બનાવી દેવામાં આવે છે. સહકારી બેંકોનો પ્રાથમિક ઉદેશ્ય સમાજના નિમ્ન અને મધ્યમ આવક ધરાવનારાઓને ધિરાણ પુરું પાડવાનો છે. નાના ઉદ્યોગકારો, વેપારીઓ, કારીગરો અને ખેડૂતોને તેમના ધંધા રોજગાર માટે જરૂરી ધિરાણ પુરું પાડવાની સહકારી બેંકોની પ્રાથમિક જવાબદારી છે. પીએસયુને મોટી રકમનું ધિરાણ આપવું તે સહકારના સિદ્ધાંતોની વિરુદ્ધ છે આ ક્ષેત્રની ઓળખને ઓગાળી નાખનારું છે. આથી સહકારી બેંકોને જાહેર ક્ષેત્રની કંપનીઓને મોટી રકમનું ધિરાણ ના આપે તે જરૂરી છે.

સહકારી બેંકો સધ્ધર નથી
પીએસયુની લોનની જરૂરિયાત ૧૦૦ કરોડની ઉપરની હોઈ છે, ગુજરાતની આઠ જેટલી બેંકોને બાદ કરતાં કોઈ સહકારી બેંક આટલું મોટું ધિરાણ આપવા માટે સક્ષમ નથી આથી ગુજરાતમાં આવું ધિરાણ થતું નથી. સહકારી બેંકોએ કન્ર્સોટીયમ લોન આપી હોઈ તેની શકયતા પણ ઓછી છે.’ -જયોતન્દ્રિ‌ મહેતા, ચેરમેન, ગુજરાત અર્બન કો ઓપરેટીવ બેંકસ ફેડરેશન