• Gujarati News
  • Rathava Dandak Balwantsinh Rajput Is Deputy Leader For Congress

કોંગ્રેસના ઉપનેતા પદે રાઠવા દંડક બલવંતસિંહ રાજપૂત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સંગઠન અને પ્રદેશ બાદ વિધાનસભામાં જમ્બો માળખું

ગુજરાત વિધાનસભાનું આગામી બજેટ સત્ર ૨૦ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યું છે ત્યારે વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ વિધાનસભાના ઉપનેતાપદે સિનિયર ધારાસભ્ય મોહનસિંહ રાઠવા અને મુખ્ય દંડકપદે બલવંતસિંહ રાજપૂત અને મુખ્ય પ્રવક્તા તરીકે શૈલેષ પરમાર સહિ‌ત ૯ હોદ્દેદારોની વરણી કરી છે. વિરોધપક્ષના નેતાએ કરેલી જાહેરાતમાં ઉપદંડકપદે આંકલાવના ધારાસભ્ય અમીત ચાવડા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીની વરણી કરવામાં આવી છે.

મુખ્ય પ્રવક્તાની સાથે સૌ પ્રથમવાર પ્રવક્તા તરીકે દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, વિરમગામના ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ અને પાલીતાણાના ધારાસભ્ય પ્રવીણ રાઠોડની નિમણૂક કરવામાં આવી છે. મંત્રી તરીકે સંતરામપુરના ધારાસભ્ય ગેંડાલભાઈ ડામોર અને સહમંત્રી તરીકે મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્ર ઠાકોરની વરણી કરવામાં આવી છે.

તમામ જૂથોને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ :

ગુજરાત વિધાનસભામાં વિપક્ષી નેતાએ શુક્રવારે જાહેર કરેલી હોદ્દેદારોની યાદી પરથી એવું લાગી રહ્યું છે કે, કોંગ્રેસમાં સંગઠન અને પ્રદેશના હોદ્દેદારોની જેમ વિપક્ષી નેતાએ પણ પોતાની ટીમમાં વધુ ને વધુ સભ્યોને સમાવી લેવા-દરેક જૂથને પ્રતિનિધત્ત્વિ‌ આપવાના પ્રયાસના ભાગરૂપે જમ્બો કહી શકાય તેવું માળખું જાહેર કર્યું છે. વિપક્ષી નેતાની ટીમમાં હવે ઉપનેતા અને દંડક ઉપરાંત અન્ય આઠ ધારાસભ્યોનો સમાવેશ કરીને 'સાચવી’ લેવાની ઉદારતા રાખવામાં આવી છે.