તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીનગરમાં શીત લહેર: મોડી રાત્રે પડ્યો વરસાદઃ તહેવાર ભીંઝાયા!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાદળછાયા વાતાવરણના કારણે હવે ઠંડી પોતાનો મિજાજ દેખાડશેઃ સૂત્રો
લઘુતમ તાપમાન ૧૮.પ ડિગ્રી


ફટાકડાની ગરમી વિસરાતા હવે પાટનગર સહિ‌ત જિલ્લામાં હળવી શીત લહેરનો અહેસાસ થવા લાગ્યો છે. શહેર અને જિલ્લામાં દિવાળીના તહેવારોની વિદાય સાથે ઠંડીનું આગમન થઇ રહ્યું છે અને શિયાળાની મૌસમ ધીરે ધીરે જમાવટ કરી રહી છે. આજે વાદળછાયુ વાતાવરણ રહ્યા બાદ મોડી રાત્રે મેઘરાજા અચાનક આવી પહોંચતા તહેવારનો આનંદ માણી રહેલા લોકો ભીંઝાઇ ગયા હતા. વરસાદને પગલે ખાણીપીણી બજારમાં પણ દોડધામ મચી ગઇ હતી.પાટનગરમાં બુધવારે લઘુત્તમ તાપમાન ૧૮.પ ડિગ્રી નોંધાયુ છે. જો કે ગત વર્ષે આજના દિવસે પારો ઘટીને ૧૪ ડિગ્રી નોંધાયો હતો.

ગાંધીનગર શહેરમાં દિવાળીનાં ફટાકડાની ગરમી વાતાવરણમાં ભળી ગયા બાદ હવે ગુલાબી ઠંડીનો અહસાસ થઇ રહ્યો છે. જો કે ગત વર્ષે આ દિવસો દરમિયાન ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતુ. હાલમાં વહેલી સવારે અને સંધ્યાકાળ પછી ગુલાબી ઠંડી વર્તાઇ રહી છે. જ્યારે મોડી રાત્રે વાતાવરણ એકદમ ટાઢોડુ બની જાય છે. બુધવારે મોડી રાત્રે એકાએક વરસાદ આવી પહોંચતા નગરના માર્ગો પર પાણી ફરી વળ્યું હતું.
આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ