તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગટર લાઇનનું પુરાણ બેસી જતા સર્જા‍ઇ હાલાકી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વાવોલ ગામથી સેકટર ૨પ જીઆઇડીસી સુધી ૨ કિલોમીટરમાં સર્જા‍ઇ પુરાણ નહેર
- આસપાસનાં સોસાયટીવાસીઓની હાલક કફોડી


ગાંધીનગરનાં વાવોલ ગામે નવી તૈયાર થયેલી તથા તૈયાર થઇ રહેલી સોસાયટીઓવાળા પશ્વિમ વિસ્તારમાં ગુડા દ્વારા નાંખવામાં આવેલા ડ્રેનેજ લાઇનનું પુરાણ વરસાદનાં કારણે ૪થી પ ફુટ સુધી બેસી ગયુ હતું. આશરે ૨ કિલોમિટર સુધી ૧૮થી ૨૦ ફુટ પહોળો જમીનનો પટ્ટો બેસી જતાં અનેક જગ્યાએ માર્ગો બ્લોક થઇ ગયા હતા.

ગાંધીનગર શહેરની પશ્વિમે આવેલા વાવોલ ગામની સિમમાં તાજેતરમાં તૈયાર થયેલી વિવિધ રેસીડેન્સીને ગટર લાઇનની સુવિધા પુરી પાડવા તાજેતરમાં જ ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ એજન્સી(ગુડા) દ્વારા ગટર લાઇનો લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં વાવોલ ગામનાં પશ્વિમે પડતી પુન્દ્રાસણ-ઉવારસદ ચોકડીથી માંડી સેકટર ૨પ જીઆઇડીસી સુધી મોટી ડ્રેનેજ લાઇન નાંખવામાં આવી છે. જેનાં માટે ૧૦થી ૧પ ફુટ ઉડું તથા ૧પથી ૨૦ ફુટ પહોળું ખોદકામ કરવામાં આવ્યુ હતું. ગટર લાઇન નંખાયા બાદ તેનાં પુરાણની કામગીરીમાં સરકારી રાહે જેમ
તેમ કરી થોડી ઘણી માટી નાંખી પુરાણ કરી દેવાયુ હતું. ગુડા તંત્રની આ બેદરકારીને આસપાસની સોસાયટીનાં રહીશોએ વરસાદી દિવસોમાં પુરાણ બેસી જવાથી હાલાકી સર્જા‍વાની ભીતી વ્યક્ત કરી યોગ્ય રીતે પુરાણ કરવા તંત્રનું ધ્યાન ર્દોયુ હતું.

અહીંથી આગળ વાંચવા તસવીરો બદલો...
તસવીરો: જગમાલ સોલંકી