રાષ્ટ્રપતિ અને રાજ્યપાલનું સંબોધન બદલાયું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર કરીને સુચના આપી છે કે સરકારી કાર્યક્રમોમાં ભારતના રાષ્ટ્રપતિને અંગ્રેજીમાં His/Her Excellency’S તેમજ હિ‌ન્દીમાં 'મહામહિ‌મ’ સંબોધન પ્રથાને બદલે હવેથી અંગ્રેજીમાં Hon’ble President‘S અને હિ‌ન્દીમાં 'રાષ્ટ્રપતિ મહોદય’ એમ સંબોધવાનું રહેશે. રાજ્યપાલને અંગ્રેજીમાં 'Her Excellency the Governor’ના બદલે Hon’ble Governor Dr. Kamala’S, અંગ્રેજીમાં Hon’ble Governor’S તથા હિ‌ન્દી- ગુજરાતીમાં ડો. શ્રીમતી કમલા પરમ સન્માનનીય રાજ્યપાલ મહોદયા સંબોધન કરવાનું રહેશે.