બજેટસત્રની તડામાર તૈયારીઓ, 22 દિવસના સત્ર અંગે નિર્ણય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- વિધાનસભાનું બજેટસત્ર ૨૨ દિવસનું હોઈ શકે છે
- આજે કેબિનેટની બેઠકમાં તારીખ અંગે નિર્ણય લેવાશે
સત્રમાં નીતિવિષયક બાબતોની પણ ચર્ચા થશે
-
સત્ર ; જૂનના અંતમાં સત્ર બોલાવાય તેવી શક્યતા

રાજ્ય સરકાર દ્વારા બજેટ સત્ર બોલાવવાની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી ગઈ છે. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે મંગળવારે કાયદાપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, વિધાનસભાના દંડક પંકજ દેસાઈ સાથે ચર્ચા કરી હતી. તેમાં કેટલા દિવસનું બજેટનું સત્ર બોલવવું અને કઈ રીતે તેનું આયોજન કરવું તે માટે ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચામાંથી એક વાત એવી બહાર આવી છે કે, વિધાનસભાનું સત્ર ૨૨ દિવસનું રાખવામાં આવશે અને સત્ર દરમિયાન બજેટ ઉપરાંત કેટલીક નીતિવિષયક બાબતો વિધાનસભામાં રજૂ કરવામાં આવશે.
લોકસભાની ચૂંટણીને કારણે કેન્દ્ર સરકારની જેમ જ રાજ્ય સરકારે પણ લેખાનુદાન રજૂ કર્યું હતું. ચૂંટણીની આચારસંહિ‌તાને કારણે બજેટ રજૂ કરી શકાયું ન હોવાથી રાજ્ય સરકારે લેખાનુદાનના આધારે અત્યાર સુધી વહીવટી કાર્યવાહી કરી હતી. હવે ચૂંટણીની આચારસંહિ‌તા દૂર થઈ જતા રાજ્ય સરકારે વિધાનસભાનું બજેટ સત્ર બોલાવવાની તૈયારી હાથ ધરી છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ રાજ્યનાં મુખ્યમંત્રી બનેલા આનંદીબહેન પટેલ માટે મુખ્યમંત્રી તરીકે આ પ્રથમ સત્ર છે.
આગળ વાંચો નાણામંત્રીએ પોતાના પહેલા બજેટની તૈયારી શરૂ કરી દીધી