ગાંધીનગરના સ્મશાનમાં ૪૨૩ મૃતાત્માઓના અસ્થિ વિસર્જન પહેલાં પ્રાર્થનાસભા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નગરના સ્મશાનમાં 423 મૃતાત્માઓ માટે પ્રાર્થના સભા યોજાશે
1996થી હરિદ્વારમાં અસ્થિ વિસર્જનની કામગીરી સંભાળતુ શહેર વસાહત મહામંડળ
ગાંધીનગર: ગાંધીનગર શહેરમાં ૧૪ જૂનથી ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૪ સુધીમાં અવસાન પામેલા ૪૨૩ મૃતાત્માઓના અસ્થિનું હરદ્વારના હરકીપેઢી ખાતે વિસર્જન કરવાની સેવા ગાંધીનગર શહેર વસાહત મહામંડળ દ્વારા કરવામાં આવી છે. જો કે આ સંસ્થાના સ્વયંસેવકો દ્વારા ૧૯૯૬થી આ સેવા નિશુલ્ક બજાવવામાં આવી રહી છે. ૧પમીએ હરિદ્વારમાં ગાંધીનગરના ૪૨૩ મૃતાત્માઓના અસ્થિનું વિસર્જન કરાય તે પહેલાં ૧૩મીએ અંતિમધામ ખાતે પ્રાર્થના સભાનું આયેજન કરવામાં આવ્યું છે.
દરેક પરિવારમાં જન્મ અને મરણનો સિલસિલો હંમેશા ચક્રની જેમ ચાલતો જ રહે છે. સમાજમાં લાખો પરિવારો એવા પણ છે કે તેમના સ્વજનના અસ્થિ વિસર્જન માટે સિધ્ધપુર પણ જઇ શકે તેવી ક્ષમતા હોતી નથી. કેટલાક સમાજમાં એવા રૂઢીચુસ્ત વ્યવહાર ઘર કરી ગયા છે કે સ્વજનના અવસાન પછીની ક્રિયા-કરમની વિધિ પાછળ પરિવાર દેવાદાર બની જતો હોય છે. આ ઉપરાંત આજના આધૂનિક જમાનામાં સમયનો પણ અભાવ વર્તાઇ રહ્યો હોવાથી દરેક લોકો ઇચ્છે તો પણ હરિદ્વાર જઇ શકતા નથી. તેવા આશયથી ગાંધીનગર શહેર વસાહત મહામંડળ સંસ્થાએ મ્યુનિ. કોર્પોરેશન અને જુનિયર સિટીઝન કાઉન્સિલ (જુસિકા)ના સહકારથી એક પ્રકારની સમાજ સેવા ઉપાડી લીધી છે.
સંસ્થાના પ્રમુખ અરૂણભાઇ બુચના જણાવ્યા અનુસાર ગાંધીનગર શહેર અને જિલ્લામાં મૃત્ય પામતા વ્યક્તિના પરિવારોનો સંપર્ક સાધી તેમના સ્વજનના અસ્થિ એકત્ર કરવામાં આવે છે અને સમયાંતરે તેને હરિદ્વારામાં વિસર્જીત કરી એક પવિત્ર ફરજ અદા કરી હોવાનો સંતોષ સંસ્થાના કાર્યકરો અનુભવી રહ્યાં છે. તેનાં ભાગરૂપે ૧૪ જૂનથી ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૪ દરમિયાન ૪૨૩ સ્વજનોના અસ્થિ વિસર્જન કરવાનું આયોજન હરદ્વારા ખાતે ૧પમી સપ્ટેમ્બરે કરવામાં આવ્યું છે. કામગીરીમાં સંસ્થાના કાર્યકરો મયુરભાઇ વ્યાસ, કિશોરભાઇ દવે, સી. પી. સોની, સુધીરભાઇ દેસાઇ, કિશોરભાઇ જીકાદરા, કાળુભાઇ દેસાઇ, લતાબેન ચોકસી, બી.એ.શુક્લ, એમ.સી.નાયક, કશ્યપભાઇ મહેતા, શશીકાન્તભાઇ મોઢા અને નિલેન્દુભાઇ વોરા ફરજ બજાવી રહ્યાં છે.
અસ્થિ વિદાય પ્રાર્થના સભા અનેશ્રધ્ધાંજલિ
છેલ્લા ૩ માસ દરમિયાન અવસાન પામેલા ૪૨૩ મૃતાત્માઓના અશ્થિ વિદાય પ્રાર્થના સભા અને સામૂહિ‌ક શ્રધ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ ૧૩મીને સવારે ૯.૧પ વાગ્યે ૩ સેક્ટર-૩૦માં આવેલા મુક્તિધામ ખાતે યોજવામાં આવ્યો છે. તે પછી સંસ્થાના કાર્યકરો આજ દિવસે અસ્થિકુંભ લઇ ટ્રેન મારફતે હરિદ્વારા જવા રવાના થશે. જ્યાં ૧પમીએ સવારે અસ્થિ વિસર્જન કરવામાં આવશે.