• Gujarati News
  • Political Hit Touches Pick In Gujarat Over By Poll Election

ગુજરાતી રાજકારણમાં ગરમાવોઃ પેટા ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસની 'કવાયત'

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-ભાજપ પાર્લામેન્ટરી ર્બોડ બેઠક મળી, આર.સી. ફળદુ, મોદી નામો ફાઇનલ કરશે, ઉમેદવારોના નામો દિલ્હીથી જાહેર કરાશે

-ઉમેદવારોની પસંદગી માટે ભાજપ પાર્લામેન્ટરી ર્બોડની બેઠક મળી: કોંગ્રેસના મોવડીઓની દિલ્હી જઈ આવ્યા

રાજ્યની બે લોકસભા તથા ચાર વિધાનસભાની બેઠક માટે ભાજપ-કોંગ્રેસે પૂરજોરમાં કવાયત હાથ ધરી છે. આ બેઠકોમાં તમામ બેઠકો કોંગ્રેસની હોવાથી ભાજપ ફૂંકીફૂંકીને પગ માંડી રહ્યું છે જ્યારે કોંગ્રેસ બેઠકો જાળવી રાખવા વ્યૂહરચના ગોઠવી રહ્યું છે.

ગુજરાતની લોકસભા તથા વિધાનસભાની બીજી જૂનના રોજ યોજાનારી પેટાચૂંટણીના ઉમેદવારોના નામોની પસંદગી કરવા માટે ભાજપ પાર્લામેન્ટરી ર્બોડની ગાંધીનગર ખાતે શનિવારે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં જે તે બેઠકના મતવિસ્તારના આગેવાનો, ધારાસભ્યો, સાંસદો સહિ‌ત જિલ્લા પ્રમુખો વગેરે સાથે ઉમેદવારોના નામોની ચર્ચા કરવામાં આવી હતી. આ નામો અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુ તથા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ચર્ચા કર્યા બાદ ઉમેદવારો ફાઇનલ કરશે. ત્યારબાદ નિયમ મુજબ રાષ્ટ્રીય પ્રમુખને ઉમેદવારોના નામો પર મહોર મારવા માટે મોકલી આપવામાં આવશે. આ ઉમેદવારોના નામોની જાહેરાત દિલ્હીથી કરવામાં આવે તેવી શક્યતા છે.

આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ