અપહરણ પ્રકરણનાં આરોપી દર્પણ ધોળકિયાની ધરપકડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સેકટર ૨૧ પોલીસે કોર્ટમાં હાજરી કરી ૧ દિવસનાં રિમાન્ડ મેળવ્યા

સેકટર ૨૨માંથી રૂ. ૨.૭૦ કરોડની લેતી દેતીમાં થયેલા પાલજનાં યુવાનનાં અપહરણ પ્રકરણનો આરોપી દર્પણ ધોળકીયા સેકટર ૨૧ પોલીસ સ્ટેશનમાં હાજર થતા પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેની વધુ પુછપરછ માટે પ દિવસનાં રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા કોર્ટ દ્વારા ૧ દિવસનાં રીમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.

નાટકીય રીતે આગળ વધી રહેલા પાલજનાં યુવાનનાં અપહરણનાં આ પ્રકરણનાં પ્રાથમીક તબક્કાની વિગતોનુંસાર ગાંધીનગરનાં પાલજ ગામે રહેતો યુવાન અલ્પેશ બુલાખીદાસ વાણંદ ગત તા ૧૭મીનાં રોજ રૂ. ૨.૭૦ કરોડની લેતી દેતી માટે ગાંધીનગર આવ્યા બાદ ગુમ છે. જેમાં અલ્પેશનાં પિતા બુલાખીદાસ દ્વારા વ્યાજખોર દર્પણ ધોળકીયા તથા પ્રમુખ પટેલ દ્વારા પોતાનાં પુત્રનાં અપહરણની ફરીયાદ બાદ પોલીસ તપાસમાં લાગી હતી. જેમાં અપહરણનાં ૧૦ દિવસ બાદ અલ્પેશનો કોઇ પતો નથી. જયારે આરોપી દર્પણ ધોળકીયા ૧૦ દિવસથી ભુર્ગભમાં ઉતરી ગયો હતો. જયારે પ્રમુખ પટેલ અમદાવાદનાં એક ખાનગી દવાખાનામાં દાખલ હોવાનું સામે આવ્યુ હતુ. જેના પગલે પોલીસ દ્વારા અપહ્ત અલ્પેશ વાણંદ તથા આરોપી દર્પણ ધોળકીયાની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન શનિવારે સાંજે દર્પણ ધોળકીયા સેકટર ૨૧ પોલીસ સ્ટેશનમાં સામેથી હાજર થતા પોલીસે તેની ધરપકડ કરી છે. દર્પણનાં હાજર થવાથી આ પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે.

દર્પણે પોલીસને પ્રાથમીક પુછપરછમાં જણાવ્યુ હતું કે અલ્પેશનાં અપહરણમાં તેનો કોઇ હાથ નથી. જયારે બીજી તરફ અલ્પેશનો ૧૦ દિવસ બાદ પણ કોઇ પતો નથી. દર્પણની ધરપકડ બાદ વધુ પુછપરછ માટે પ દિવસનાં રીમાન્ડની માંગણી સાથે તેને ગાંધીનગર કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટ દ્વારા ૧ દિવસનાં રીમાન્ડ મંજુર કરવામાં આવતા પોલીસ દ્વારા તેની પુછપરછ હાથ ધરવામાં આવી છે.

દર્પણનો અપહરણમાં હાથ નથી તો શા માટે ગાયબ થઇ ગયો હતો ?
આ અપહરણ પ્રકરણમાં દર્પણનું નામ આરોપી તરીકે નોંધાયા બાદ ૧૦ દિવસથી ભુર્ગભમાં ઉતરી ગયો હતો. તેનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. દરમિયાન દર્પણ સામેથી પોલીસ સમક્ષ હાજર થઇને જણાવ્યુ હતુ કે અલ્પેશનાં અપહરણમાં મારો કોઇ હાથ નથી. જો કે અપહરણમાં હાથ નહોતો તો આટલા દિવસથી કયાં ગયો હતો તે અંગે પોલીસે પુછતા જણાવ્યુ હતુ કે તે પોતાની સામેની પોલીસ ફરીયાદથી ગભરાઇ ગયો હતો અને આટલા દિવસથી અમદાવાદની જુદી જુદી હોટેલોમાં રહેતો હતો