તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોલેજની આસપાસ બાઇકો લઇ રખડતાં લોફરો સામે પોલીસની લાલ આંખ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ ટ્રાફિક પોલીસની ખાસ ડ્રાઇવ
શહેરની શૈક્ષણીક સંસ્થાઓની આસપાસ ફુલ સ્પીડે બાઇકો ચલાવી લોકોને હેરાન કરતાં લુખ્ખા તત્વોને જેર કરવા ગાંધીનગર ટ્રાફિક પોલીસે શૈક્ષણીક સંસ્થાઓની આસપાસ ખાસ ડ્રાઇવ હાથ ધરી છે.
જેમાં શંકાસ્પદ બાઇક ચાલકોને રોકીને લાઇસન્સ વગરનાં તથા નિયમોની ભંગ કરતાં ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી છે. જે અંતર્ગત બુધવારે ટ્રાફિક પોલીસે પ૦ જેટલા બાઇકો ડીટેઇન કર્યા હતાં.
શૈક્ષણીક સત્ર શરૂ થતાની સાથે શહેરની શાળા કોલેજો વિદ્યાર્થી‍ઓથી ધમધમવા લાગી છે. જેનાં પગલે કોલેજોની
આસપાસ લોફર તત્વોનો ત્રાસ પણ વધવા લાગ્યો છે. ફુલ સ્પીડે બાઇકો ચલાવી જોર જોરથી હોર્ન વગાડી કોલેજોની આસપાસ ભમરાઓની જેમ ફરતા રહેતાં આવા તત્વો સામે શહેર ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે.
અહીંથી આગળ વાંચવા તસવીરો બદલો...
તસવીરો : જગમાલ સોલંકી