તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્લાસ્ટ ઇન્ડિયા કોન્ફરન્સ: રાજ્યની નવી ઉદ્યોગ નીતિમાં પ્લાસ્ટિક ક્ષેત્રને રાહતો અપાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફેબ્રુ. ’15માં પ્લાસ્ટ ઇન્ડિયા કોન્ફરન્સ
ગાંધીનગર : રાજ્ય સરકાર નવી ઔદ્યોગિક નીતિની ટૂંક સમયમાં જ જાહેરાત કરવાની છે અને તેમાં મધ્યમ અને લઘુ ઉદ્યોગો પર ખાસ ફોકસની સાથે જ પ્લાસ્ટિક ઉદ્યોગ ક્ષેત્રને પણ મર્યાદામાં રહીને મહત્તમ રાહતો અને પ્રોત્સાહકો આપવામાં આવશે તેવી હૈયાધારણા રાજ્યના નાણાં મંત્રી સૌરભ પટેલે આપી હતી. પ્લાસ્ટ ઈન્ડીયા એક્ઝીબીશન અને કોન્ફરન્સની 2015ની નવમી આવૃત્તિ હવે નવી દિલ્હી નહીં પરંતુ ગાંધીનગરમાં યોજવાની જાહેરાત અંગે યોજવામાં આવેલી પત્રકાર પરિષદને સંબોધતાં તેમણે પણ કહ્યું હતું કે ગુજરાત દેશનું પેટ્રો કેપિટલ છે અને દેશના પ્લાસ્ટીક ઉદ્યોગના કુલ ઉત્પાદનમાંથી 60 ટકા હિસ્સો ગુજરાતનો રહેલો છે.

ઉલ્લેખનીય છે કે, આવતા વર્ષે 5થી 10 ફેબ્રુઆરી દરમિયાન મહાત્મા મંદિરમાં પ્લાસ્ટ ઈન્ડીયા કોન્ફરન્સ અને સત્તર સેક્ટરના ટાઉન હોલની પાછળના વિશાળ મેદાનમાં એક લાખ ચોરસ મીટર કરતાં પણ વધુ વિસ્તારમાં એક્ઝીબીશન યોજવામાં આવશે. આમાં ભારતના તમામ રાજ્યો ઉપરાંત વિશ્વના 50 કરતાં વધુ રાષ્ટ્રોના પ્લાસ્ટીક ઉદ્યોગ સાહસિકો તેમાં ભાગ લેશે. વળી, છ દિવસમાં બે હજાર જેટલા એક્ઝીબીટર્સ સ્ટોલ્સ લગાવશે.