તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકાસની વાતો કરતા મોદીને મોઢા પર સંભળાવ્યું, ‘ગુજરાતમાં હજુ ઘણુ કરવાનું બાકી’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત શિક્ષણ-આરોગ્ય ક્ષેત્રે ઘણું પછાત
પ્લાનિંગ કમિશને મોદીને સુણાવ્યું હતું કે, 'સામાજિક ક્ષેત્રે હજુ ઘણું કરવાનું બાકી’
વાસ્તવિકતા;પ્લાનિંગ કમિશને મોદીને સુણાવ્યું હતું કે, 'સામાજિક ક્ષેત્રે હજુ ઘણું કરવાનું બાકી’
અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાત આરોગ્ય ક્ષેત્રે ૧૬, શિક્ષણમાં ૧૪, ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે ૧૧મા ક્રમે


ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્દ મોદી દ્વારા હંમેશા 'ગુજરાતના વિકાસ મોડેલ’ની વાત દેશ-દુનિયામાં આગળ ધરવામાં આવે છે પરંતુ તાજેતરમાં દેશના પ્લાનીંગ કમિશને (કેન્દ્રીય આયોજન પંચ) મુખ્યમંત્રી મોદીને સુણાવી દીધું હતું કે,ગુજરાતને હજુ તો સામાજિક ક્ષેત્રે ઘણું કરવાનું બાકી છે.

તાજેતરમાં પ્લાનીંગ કમિશન દ્વારા તમામ રાજ્યોના શિક્ષણ,આરોગ્ય અને ઈન્ફ્રાસ્ટ્રકચર (માળખાકીય સુવિધાઓ) જેવા,પ્રજાને સીધા સ્પર્શતા ત્રણ મહત્વના ક્ષેત્રોની સ્થિતિ અંગે વક`ગ પેપર તૈયાર કરાવાયા હતા.જેમાં ગુજરાત માટે ચોંકાવનારી બાબત એ જાહેર થવા પામી છે કે,આરોગ્ય ક્ષેત્રે ગુજરાત, દેશભરમાં ૧૬માં ક્રમે છે,શિક્ષણ ક્ષેત્રમાં ગુજરાતનો નંબર ૧૪મો અને માળખાકીય સુવિધાના ક્ષેત્રમાં ગુજરાત ૧૧માં સ્થાને છે.
આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ